• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Where There Is A Need For 1962 Team In The Village, Together With The People Of The Village, Write As Many Cases As There Are In The Village.

લમ્પી વાયરસ સંદર્ભે જાહેર જનતાને અપીલ:ગામમાં 1962ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને ગામના જેટલા કેસ હોય તે એકસાથે લખાવે

મોરબી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

લમ્પી વાયરસ સંદર્ભે પશુપાલાન વિભાગ સાથે 1962ની સેવા પણ સતત કાર્યશીલ છે. 1962ની વાનના પૈડા છેલ્લા 15 દિવસથી થંભ્યા નથી. 1962ની સેવાનો હજુ વધુ કાર્યશીલ ઉપયોગ વધારી શકાય તે માટે જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે.

પશુઓમાં રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ ​​​​​​​
મોરબી જિલ્લામાં પશુઓમાં જોવા મળી લમ્પી રોગેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત પશુ દવાખાના તેમજ 1962ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.​​​​​​​

15 દિવસથી રજા વગર સ્ટાફની બમણી કામગીરી ​​​​​​​
15 દિવસથી 1962હેલ્પ લાઈનમાં કોલની સંખ્યા બમણી થઈ ગઈ છે. જેના કારણે તેમાં સેવા બજાવતા 1962ની મોરબી જિલ્લા ટીમની જવાબદારી પણ બમણી થઈ છે. 1962ના પૈડા થંભ્યા વિના સતત દોડી રહ્યા છે અને આ જવાબદારી તેઓ બખુબી નિભાવી રહ્યા છે. 15 દિવસમાં એક પણ દિવસ રજા વગર સ્ટાફ દ્વારા બમણી કામગીરી કરવામાં આવી રહી છે.​​​​​​​

ગામના આગેવાનોને જાહેર અપીલ
1962 દ્વારા મોરબી જિલ્લામાં જાહેર જનતા અને ગામડાના સરપંચ તેમજ ગામના આગેવાનને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જે ગામમાં 1962ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને જ ગામમાં જેટલા કેસ હોય એકસાથે લખાવી આપે. જેથી એક સાથે જ તેમની સારવાર કરી શકાય. ઉપરાંત બીજા પણ વધારે ગામોના પશુધનને આ સેવાનો લાભ નિરંતર મળી શકે. જે થકી 1962ની સેવા વધુ ને વધુ કાર્યક્ષમ બની શકશે તથા જરૂરિયાતમંદ પશુઓને આ સેવા સરળતાથી ઉપ્લબ્ધ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...