તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના વાવડી રોડ સ્થિત કપિલા હનુમાન મંદિર વાળા ચોકમાં ઘણા દિવસોથી એક ખુલ્લી ગટરની મસમોટી કુંડી મોતને જાહેર આમંત્રણ આપતી પડી છે. જાહેર માર્ગ પર અડધો રસ્તો રોકીને આવાગમન કરતા લોકો માટે આ કુંડી જાણે મોતનો કૂવો હોય એવી ભાસી રહી છે. આ મોતના કૂવામાં આજે માલસમાન ભરેલી એક શ્રમિકની રેંકડી ઊંઘી વળી જતા રાહદારીઓએ ભારે જહેમત બાદ રેંકડી બહાર કાઢી હતી.
વાવડી રોડ સ્થિત કપિલા હનુમાન ચોકમાં મોતના કુવા સમાન ખુલ્લી ગટરમાં એક ગરીબ શ્રમિકની રેંકડી આજે અનાયાસે ઊંઘી પડી ગઈ હતી. રેંકડી ગટરમાં ખાબકતા રેંકડીમાં રહેલો માલ સમાન પણ ગટરમાં પડી ગયો હતો. રેંકડીમાં રહેલો અન્ય માલ સામાન દોરડા વડે બાંધેલો હોવાથી તે બચી તો ગયો હતો પણ ગટરના દૂષિત પાણીથી એ પણ બગડી ગયો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ શ્રમિકની મદદ કરી મહામહેનતે રેંકડી ગટરમાંથી બહાર કાઢી હતી.
આ બનાવમાં સદનસીબે જો કે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. આ મોતના કૂવામાં અગાઉ બાઇક ચાલકો, રસ્તે રજળતી ગાયો સહિતના પશુઓ પડવાના બનાવો બન્યા છે. મોતને નોતરું દેતો આ ખુલ્લી ગટરરૂપી મોતનો કૂવો કોઈ નિર્દોષનો ભોગ લ્યે એ પહેલાં હાલ શાસનની બાગડોર સંભાળતા વહીવટદાર દ્વારા રીપેર કરાવવામાં આવે એવી લોક માંગણી પ્રબળ બની રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.