અરજદારને શોધવા આખી ટીમ કામે:મોરબીમાં એવું તો શું થયું કે મામલતદાર ખુદ ટીમ સાથે અરજદારને શોધવા નીકળ્યા!

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે અરજદારો દ્વારા કોઇ કચેરીમાં અરજી કરવામાં આવ્યા બાદ તેઓની અરજી અન્વયે શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગે અરજદારોને સરકારી કચેરીઓમાં અવાર નવાર પુછપરછ માટે જવું પડે છે, પરંતુ મોરબીમાં ઉલટી ગંગા વહી રહી હોય તેમ મોરબી તાલુકા મામલતદાર કચેરીની ટીમે એક અરજદારને શોધવા આખી ટીમ કામે લગાડી હતી.

મોરબી તાલુકાના ત્રાજ૫ર ગામના વયોવૃદ્ધ અરજદાર કોળી ગૌરીબેન લાલજીભાઇએ નિરાધાર વિઘવા સહાયનો લાભ મળવા માટે તારીખ 16/09/2022ના રોજ મામલતદાર કચેરી, મોરબી તાલુકામાં અરજી કરી હતી. જે અન્વયે અરજદારે અરજીમાં જણાવેલ ૫રશુરામ પોર્ટરીના સરનામે જઇ સ્ટાફે તપાસ કરતા અરજદાર મળી આવ્યા ન હતા. ત્યારે આવા કિસ્સામાં અરજદાર મળી આવતા ન હોવાથી આજુબાજુ વાળાનું પંચરોજકામ કરી અરજી દફતરે કરવામાં આવતી હોય છે. એટલે કે કોઈ નિર્ણય કર્યા વગર અરજી પરની કાર્યવાહી બંધ કરવામાં આવતી હોય છે, ૫રંતુ મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતા પાસે સ્ટાફે આ અરજી રજુ કરતા અરજી દફતરે કરવાને બદલે તેમણે માનવીય અભિગમ દાખવી વયોવૃદ્ધ અરજદારને શોઘવા આદેશ આપ્યો હતો.

અરજદાર ગૌરીબેને તેમની અરજીમાં જણાવેલ સરનામે તેઓના ઘરની હાલત અતિ બિસ્માર હોવાથી મોરબી તાલુકાના મામલતદાર માર્ગદર્શન હેઠળ મહેસુલી તલાટી, ત્રાજ૫ર એસ.વી. રાઠોડ તથા સ્થાનિક સોર્સ દ્વારા ગૌરીબેનને શોઘવાના પ્રયત્નો શરુ થયા હતા. આ દરમ્યાન ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી-2022ની કામગીરી ચાલતી હતી છતાં પ્રયત્નો ચાલું રાખવામાં આવ્યા અને ગૌરીબેને વૈભવ હોટલ, લખઘીરપુર આસપાસની ઓરડી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.

અરજી અન્વયેના અઘુરા સાઘનિક કાગળો પુરા કરાવી છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુઘી સરકારની યોજનાનો લાભ પહોંચાડવાના ગુજરાત સરકારના સુશાસનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા અંતે તારીખ 03/01/2023ના રોજ કરી, અરજી કર્યા તારીખથી સહાય મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...