પોલીસની બાજ નજર:મોરબીમાં બે સ્થળેથી લાયસન્સ વિના સિક્યુરીટી એજન્સી ચલાવતા આરોપી ઝડપાયા

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોરબી શહેર અને મોરબી તાલુકા વિસ્તારમાં બે સ્થળેથી લાયસન્સ વિના પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા બે સંચાલકોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે જી.કે હોટેલ ગેઇટ આગળના ભાગે આરોપી ઇમરાન ઉર્ફે ખાન ઉસ્માન સોલંકી જાતે સિપાઈ (ઉ.વ.41) પાસે લાયસન્સ ન હોવા છતાં જી.કે હોટેલમાં પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી અનઅધિકૃત સિક્યુરીટી એજન્સી ચલાવતો હોવાની બાતમી મળતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા બનાવમાં ટીંબડી પાટિયા, પીપળી રોડ નજીક આવેલા એફિલ વિટ્રીફાઈડ પ્રા.લી કારખાનામાં સંજયકુમાર સિંગ અવધેશકુમારસિંહ રાજપૂત (ઉ.વ.41)ને ઝડપી લીધો હતો. જે આરોપી પાસે સિક્યુરીટી અંગેનું લાયસન્સ ન હોવા છતાં કારખાનામાં પ્રાઇવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડતો હતો. જે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...