રાજકારણ:ઇંધણના ભાવવધારા સામે અવાજ ઉઠાવવો જ પડશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં હાર્દિક અને જિગ્નેશે સભા ગજવી
  • મોંઘવારી-આરોગ્ય મુદ્દે સરકારને ઘેરી

મોરબીના રવાપરમાં કોંગ્રેસ દ્વારા જનચેતના મહાસમેલન અંતર્ગત હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં આ બન્નેએ મોંઘવારી અને પાક વીમા સહિતના ખેડૂતોના પ્રશ્ને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પેટ્રોલ-ડિઝલ, ગેસમાં સતત ભાવવધારાના અન્યાય સામે લોકોને હવે ચૂપ રહેવાને બદલે આવાજ ઉઠવવો જ પડશે તેવી હાકલ કરી હતી.

આ તકે મેવાણીએ કહ્યું હતું કે, જો અત્યારે નહિ લડીએ તો આવનારી પેઢીને નુકશાન સહન કરવુ પડશે. જ્યારે સરદારનું સ્ટેચ્યુ બનાવવા મામલે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા કે, કરોડોના ખર્ચે સ્ટેચ્યુ બનાવ્યું છે એના કરતાં દરેક જિલ્લામાં હોસ્પિટલો બનાવી હોત તો કોરોનામાં આટલા લોકોના મોત ન થયા હોત. સભામાં હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્યો ઋત્વિક મકવાણા, લલિત કગથરા, અમરીશ ડેર, પ્રવીણ મૂછડીયા, ચિરાગ કાલરીયા, કિરીટ પટેલ, જયંતિભાઈ પટેલ, કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ કાવર સહિતના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...