હાશકારો:મોરબીના મચ્છુ 2 ડેમમાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડાયું

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ચોમાસા પૂર્વે આગોતરું વાવેતર કરી શકે તે માટે માગણી હતી

જીવાદોરી અને આસપાસના અનેક ગામમાં સિંચાઈના પાણી માટે ખૂબ અગત્યના મચ્છુ 2 ડેમમાં સિંચાઈનું પાણી છોડવા ખેડૂતોએ માગણી કરી હતી. લોક ડાઉનના કારણે ઉનાળુ પાક ન લઈ શકેલા ખેડૂતો આગોતરા પાક લઈ શકે તેવા હેતુથી મચ્છુ2 ડેમમાંથી પણી છોડવામાં આવી રહ્યું છે. મોરબીની મધ્યમાંથી પસાર થતી કેનાલમાં શુક્રવારે પાણી બે કાંઠે વહેવા લાગતાં વર્ષ દરમિયાન એકઠો થયેલો કચરો પણ કેનાલમાંથી વહેવા લાગ્યો હતો. મોંરબી જિલ્લાના સૌથી મોટા પીવાના અને સિંચાઈનાં ડેમ મચ્છુ 2 ડેમમાં હાલ 1840 એમ સી એફટી પાણી છે. અને હવામાન વિભાગ દ્વારા આ વરસે ચોમાસુ સામાન્ય રહેવાની કઅગાહી કરી છે. જેથી પીવાના પાણીની મુશ્કેલી સર્જાઈ તેવી સંભવના ખૂબ ઓછી છે. બીજી તરફ ગત વર્ષે અતિવૃષ્ટિમાં ખેડૂતો ને ભારે નુકશાન હતું. એ ઉપરાંત કમોસમી વરસાદે પણ શિયાળુ પાકને નુકસાન પહોંચડ્યુ હોવાથી મોરબી જિલ્લાનાં ખેડૂતોના હિતમાં મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે જૅથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તેવી રાજકીય અને સામાજિક આગેવાનોએ રજૂઆત કરી હતી. જેને પગલે આજે મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...