તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહ પહેલા લાગેલી આગની ઘટનામાં 5 દર્દીના મોત થયા હતા. આ ઘટના વખતે હોસ્પિટલના સ્ટાફને ફાયર સાધનો ચલાવતા ન આવડતું હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું ખુલ્યું હતું, જે બાદ ઠેર ઠેર હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. આ એક્સરસાઇઝના ભાગરૂપે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં મોરબી ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં સ્ટાફને તાલીમ આપવા સિવિલ હોસ્પિટલમાં તાજેતર લાખોના ખર્ચ ફિટ કરવામાં આવેલ ફાયર સિસ્ટમનો કેમ ઉપયોગ કરવો તે અંગે આ માર્ગદર્શન આપવાનું હતું.
ફાયરના સ્ટાફે જેવું પાણીનો વાલ્વ ખોલ્યો માત્ર નામ માત્રનું પાણી નીકળ્યું બાદમાં સાવ પાણી આવવાનું જ બંધ થઇ ગયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાણીની જે ટાંકી માંથી આ ફાયર સિસ્ટમ ચાલે છે તે ટાંકી ખાલી હતી. આમ કૂવામાં હોય તો અવેડામાં આવે તેવી સ્થિતિ થઈ ગઈ હતી .જો કે ફાયર સ્ટાફે અન્ય સાધનો જેવા કે ફાયર એસ્ટીંગ્વિશરનો ઉપયોગ કઇ રીતે કરવો, શોક સર્કિટ સમયે ઇમરજન્સી લાઈટ બંધ કરવા,દર્દીઓ અને ફસાયેલ લોકોને કેવી રીતે બહાર કાઢવા તેની તાલીમ આપી હતી.
કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના
ફાયર ડ્રિલ દરમિયાન અમે સ્ટાફને ફાયર એસ્ટીંગ્વિશર અને અન્ય સાધનો ચલાવવા તાલીમ આપી હતી .સિવિલ હોસ્પિટલમાં જે ફાયર આગ બુઝાવવા ટાંકી મુકવામાં આવી છે ત્યાં પાઇપ ફિટિંગ કામગીરી ચાલુ હોવાથી પાણી ન હતું.હાલ તેઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરી પાણી ભરી રાખવા સૂચના આપી હતી. - હિતેશ દવે, ફાયર વિભાગના ઓફિસર
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.