ફરી નવી સૂચના:અડધા મોરબીમાં હવે 14મીથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ અનિયમિત રહેશે

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા બોર્ડ નચાવે તેમ પાલિકા નાચે અગાઉ સરદારબાગ અને પંચાસર રોડ પરના સમ્પ આજથી રિપેર કરવાના હતા

મોરબી શહેરમાં પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકા દ્વારા અલગ અલગ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે.આ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા રીપેરીંગ કામ કરવાનું હોવાથી શુક્રવારે મોરબી પાલિકા દ્વારા 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત રહેવાની મેસેજ કર્યો હતો.

જો કે સંજોગોવસાત આ તારીખમાં ફેરફાર કરવાની જરૂરિયાત પડતા પાણી પુરવઠા તરફથી તા.14થી 16 સપ્ટેબર દરમિયાન રીપેરીંગ કરાશે તેવી લેખિત સૂચના આવતા મોરબી પાલિકાએ તા નવી તારીખ જાહેર કરી છે અને તા. 11થી 13ના બદલે 14 સપ્ટેમ્બરથી 16 ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સૂચના આપી છે.

જેના પગલે અડધા મોરબી શહેરની 80,000ની જનતા પાણી વિતરણ ડખ્ખે ચડવાના લીધે પ્રભાવિત થશે. પાલિકા તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. હાલ સરદારબાગ તેમજ પંચાસર રોડ પર આવેલા પમ્પીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોવાથી મોરબી પાલિકા દ્વારા તારીખ 11 12 તેમજ 13 સપ્ટેમ્બર ના રોજ મોરબી શહેરના લોહાણા બોર્ડિંગ વિસ્તાર શક્તિ પ્લોટ કાયાજી પ્લોટ દાઉદી પ્લોટ રાપર રોડ સનાળા રોડ કેનાલ રોડ ભક્તિનગર સર્કલ પંચાસર રોડ ચિત્રકૂટ સોસાયટી તેમજ લાતી પ્લોટના આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ અનિયમિત રહેશે તેવી સૂચના આપી હતી.

જો કે સંજોગોવસાત્ આ તારીખમાં ફેરફાર કરવાની જરૂરિયાત પડતા પાણી પુરવઠા તરફથી તા.14 થી 16 સપ્ટેબર દરમિયાન રીપેરીંગ કરવામાં આવશે તેવી લેખિત સૂચના આવતા મોરબી પાલિકાએ તા નવી તારીખ જાહેર કરી 11 થી 13ના બદલે 14 સપ્ટેમ્બરથી 16 ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સૂચના આપવામાં આવી છે.જેથી શહેરીજનોને 14થી 16 ત્રણ દિવસ દરમિયાન વેડફાટ ન થાય તેમજ જરૂરિયાત પાણીનું અગાઉથી આયોજન મુજબ સંગ્રહ કરી રાખે તેવી પાલિકાએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...