તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભડિયાદના બૌદ્ધનગર વિસ્તારમાં એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ, 60થી વધુ પરિવાર તરસ્યા રહ્યા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારની બહેન-દીકરીઓને બેડા પાણી માટે રઝળપાટ. - Divya Bhaskar
પરિવારની બહેન-દીકરીઓને બેડા પાણી માટે રઝળપાટ.
  • ગ્રામપંચાયત, પાણી પુરવઠા વિભાગના ઉદાસીન વલણને લીધે લોકોની સમસ્યામાં ભર શિયાળે વધારો

મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તાર ભડિયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતા બૌધ્ધનગર સોસાયટીમાં તંત્ર દ્વારા વર્ષોથી એકાંતરા પાણી વિતરણ થાય છે. જો કે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણી સદંતર બંધ થઈ જતાં આ વિસ્તારમાં રહેતા 60 જેટલા પરિવારની હાલત કફોડી બની છે.આ અંગે ગ્રામ પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગ બંનેમાંથી એક પણ તંત્ર જાણે ઉદાસીન વલણ દાખવીને બેઠું હોય તેમ આ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવાનું તો દૂર, ક્યા કારણોસર પાણી નથી આવતું તે જાણવાની પણ તસ્દી લીધી નથી.

અગત્યની વાત તો એ છે કે મોરબીના વિસ્તારમાં પાણી વિતરણ થતા નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટથી માત્ર 1 કિ.મી દૂર છે તેમ છતાં કયા ફોલ્ટના કારણસર પાણી વિતરણ નથી થતું તે જણાવાનો કે તેને રીપેર કરવાનો સમય નથી. આ વિસ્તારથી માત્ર 500 થી 600 મીટરના અંતરે છેલ્લા 6 મહિનાથી પાણીની લાઈન તૂટી ગઈ છે. જેમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.જે રીપેર કરવાનું પણ તંત્રને સૂઝતું નથી.

મોરબી પાણી પુરવઠા વિભાગના આ ઓરમાયા વર્તનને કારણે એક તરફ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી તરફ બૌધ્ધનગર વિસ્તારના લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો