રજૂઆત:નર્મદા ડેમમાંથી વહી જતું પાણી મોરબી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ડેમમાં ઠાલવવા માગ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને આગામી દિવસમાં સિંચાઇ માટે જરૂર હોવાથી પાણી આપવા રજૂઆત
  • રાજ્યમાં અનેક ડેમ ખાલી હોય, કોંગી અગ્રણીએ સીએમને રજૂઆત કરી

ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશમાં અતિ વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની ખુબજ સારી આવક થઇ રહી છે. ડેમનું લેવલ 129.01 મીટર થઇ ગયું છે અને હજુ આવક 297000 કયુસેક જેવી છે. આની સામે સી.એચ.એમ.એસ. મારફતે કેનાલમાં 5000 કયુસેક તેમજ આર.બી.પી.એચ. એટલે કે રીવર બેડ પાવર હાઉસ માટે44000 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું દરિયામાં જાય છે. જે કોઇ કામમાં આવતું નથી માત્ર તેનો વ્યય જ થાય છે.

ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક માટે આગોતરું વાવેતર કરવા માટે પાણીની માંગણી કરેલ આની સામે સરકાર દ્વારા જયારે જરૂરિયાત હતી ત્યારે પાણી ના આપતા છેક છેલ્લા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવેલ અને ખેડૂતો વાવેતર ચાલુ કર્યું ત્યાં જ વરસાદ ચાલુ થયેલ હતો જેથી ખેડૂતો ને જે મળવો જોઈએ તે પાણી નો લાભ મળેલ નથી. જે તે સમયે અમો એ આપનું ધ્યાન દોરેલ હતું કે ડેમમાં પાણી છે ને ખેડૂતો ને આપો નહિતર આ પાણી ચોમાસામાં ડેમ ભરાતા દરિયામાં જશે અને હવે તેની શરૂઆત થઇ ચુકી છે. પાણી દરિયામાં જઈ રહ્યું છે

તો અમારી માત્ર એટલી જ માંગણી છે કે સરકારે બનાવેલ સૌની યોજ્ના દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ખાલી ડેમો ભરી આપવામાં આવે હજુ ચોમાસું બાકી છે ડેમમાં ઘણું પાણી આવેલ છે. જે પાણી દરિયામાં જાય છે. તેને બદલે ખાલી ડેમો ભરવામાં આવશે તો આ વિસ્તારના લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટેના પાણી નો સ્ટોરેજ થઇ જશે તો આ બાબતે હકારાત્મક રીતે વિચારીને સૌની યોજના દ્વારા ડેમો ભરવા મોરબીના કે ડી બાવરવાએ સીએમને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...