વાંકાનેર સીપીઆઈ તરીકે કાર્યરત બી.પી સોનારાને મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા તેમને પોલીસ ઇન્સ્પેકટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ત્રણ વર્ષ માટે મુકવાની શિક્ષા કરતો આખરી હુકમ કરવામાં આવ્યો છે.
સબ પોલીસ ઈન્સ્પેક્ટરમાં 3 વર્ષ માટે મુકવાની શિક્ષા કરતો આખરી હુકમ કરાયો
મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા ખાતે ફરજ બજાવતા બિન હાથીયારી પોલીસ ઇન્સ્પેકટર બી.પી સોનારા, સીપીઆઈ વાંકાનેર, મોરબીને મુંબઈ પોલીસ (શિક્ષક અને અપીલ) નિયમ 1956ના નિયમ 5થી મળેલ સત્તાની રૂએ તા. 29-03-2022ના યાદી ક્રમાંકથી ફરમાવેલી સીધી કારણ દર્શક નોટીસથી સૂચવેલી શિક્ષામાં ઘટાડો કરી તેમને પોલીસ ઇન્સ્પેકટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં 3 વર્ષ માટે મુકવાની શિક્ષા કરતો આખરી હુકમ કરવામાં આવ્યો છે. જે આખરી હુકમની બજવણી નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર બી.પી સોનારાને તા. 15-11-2022ના રોજ કવામાં આવી છે.
હુકમમાં જણાવવામાં આવ્યું છે કે...
પોલીસ ઇન્સ્પેકટર બી.પી સોનારાને બજવણી તા. 15-11થી પોલીસ ઇન્સ્પેકટર સંવર્ગમાંથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં મુકવામાં આવે છે. હાલ વિધાનસભા સામાન્ય ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોવાથી બદલી કે નિમણૂંક થઇ શકતી ના હોવાથી પ્રતીક્ષામાં રાખવામાં આવે છે. જે સમયગાળા દરમિયાન તેઓએ કંટ્રોલ ઇન્ચાર્જના સંપર્કમાં રહી તેઓને સોપવામાં આવતી ફરજો બજાવવાની રહેશે અને પગાર ભથ્થાની કામગીરી પોલીસ હેડ ક્વાર્ટર મોરબી ખાતેથી કરવાની રહેશે તેમ હુકમમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.