ચૂંટણી:મોરબી જિલ્લાના વાંકાનેરમાં સૌથી વધુ 82.33 ટકા અને માળિયામાં સૌથી ઓછું 73 ટકા મતદાન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાનના દિવસે અંતિમ એક કલાકમાં 5.36 ટકા મતદાન નોંધાતાં જિલ્લાનું કુલ 79.49 ટકા મતદાન

રાજ્યની અલગ અલગ ગ્રામ પંચાયત માટે જાહેર થયેલી ચૂંટણી માટે આજે મતદાન થયું હતું.જેમાં મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયત માં પેટા ચૂંટણી માટે કુલ 405 બુથ પર મતદાન યોજાયું હતું. આ માટે કુલ 504 સરપંચ ઉમેદવાર અને 3783 વોર્ડ સભ્યના ઉમેદવાર મેદાનમાં હતા. મોરબી જિલ્લામાં કુલ 3,46,897 મતદારો નોંધાયા હતા જેમાંથી 1,80,175પુરુષ મતદાર અને 1,66,722 સ્ત્રી મતદાર નોંધાયા હતા.

મોરબી જિલ્લા સ્થાનિક સ્વરાજ્યચૂંટણી શાખા દ્વારા જાહેર કરાયેલી છેલ્લી માહિતી મુજબ મોરબી જિલ્લામાં 196 ગ્રામ પંચાયત માં 79.96 ટકા મતદાન નોંધાયું હતું. મતદારોની સંખ્યા મુજબ જોઇએ તો કુલ 2,72,264 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 145376 પુરુષ મતદાર અને 1,26,888 સ્ત્રી મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો વાંકાનેરની પેટા ચૂંટણી માટે 84.92 ટકા મતદાન નોંધાયુ હતુ.

બીજી તરફ વાંકાનેર તાલુકામાં એક વોર્ડ સભ્ય માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 84.92 ટકા મતદાન થયું હતું. મતદારોની સંખ્યા જોઈએ તો કુલ 4011 મતદારોમાંથી 1744 પુરુષ મતદાર અને 1662 સ્ત્રી મતદાર મળી કુલ 3406 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોરબી જિલ્લામાં દિવસભર મતદાનનો પ્રવાહ એક સરખો જોવા મળ્યો હતો.

વહેલી સવારથી અલગ અલગ ગ્રામ પંચાયતમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જે મતદાનના અંતિમ કલાક સુધી કતારો હતી.મોરબી જિલ્લામા સાંજે 5 કલાક સુધી 73.13 ટકા મતદાન થયું હતું જે અંતિમ એક કલાકમાં વધીને 79.49 ટકા રહ્યું હતું. આમ અંતિમ કલાક દરમિયાન કુલ 5.36 ટકા મતદાન થયું હતું.

મોરબીમાં તાલુકા મુજબ સૌથી વધુ અને ઓછા મતદાનની વિગત
મોરબીમાં તાલુકા મુજબ મત જોઈએ તો મોરબી તાલુકામાં સૌથી વધુ મતદાન લીલાપર ગ્રામ પંચાયતમાં થયું હતું અહીં 73.79 ટકા મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું નારણકા ગામમાં 48.22 ટકા જ મતદાન થયું હતું. આ સિવાય વાંકાનેર તાલુકામાં સૌથી વધુ પાજ ગ્રામ પંચાયતમાં 96.03 ટકા મતદાન થયું તો સૌથી ઓછું જાલસીકા,વસુંધરા 37.96 ટકા મતદાન થયું હતું.ટંકારામાં પણ સૌથી વધુ મતદાન અમરાપરમાં 92.08% તથા સૌથી ઓછું મતદાન નેકનામમાં 68.98% નોંધાયું હતું.માળિયા મિયાણા તાલુકામાં વર્ષામેડી ગામમાં સૌથી વધુ 90.14% તથા સૌથી ઓછું મતદાન નાની બરારમાં 51.35% નોંધાયું હતું.હળવદ તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ મતદાન ઘણાંદમાં 94.20% તથા સૌથી ઓછું મતદાન ભલગામડામાં 71.90% નોંધાયું હતું.જો કે 2016ની ચૂંટણીમાં કુલ 78.84 ટકા મતદાન થયું હતું અને 92 પંચાયત સમરસ જાહેર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...