તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય ગમે સાચવણી નહીં:મોરબીમાં ગૌશાળા રઝળતા ગૌવંશને સાચવતી નથી અને રસ્તા પર થાય છે પશુઓની પેશકદમી

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા વર્ષો જૂની છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં આવા પશુઓની સંખ્યા ખૂબ મોટી છે આ પશુઓ મુખ્ય રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠા હોવાથી ટ્રાફિક સમસ્યા પણ ખૂબ રહે છે તે ઉપરાંત આખલાઓ વારંવાર યુધ્ધે ચડતા અકસ્માતો અને નુક્સાન સર્જાતુ રહે છે પરંતુ આ સમસ્યાનો તંત્ર અને પોલીસની કવાયત બાદ પણ ઉકેલ આવતો નથી. ગૌશાાળા સંચાલકોને આવા ગૌવંશને સાચવવામાં રસ નથી. હવે જ્યારે ચોમાસું માથે છે ત્યારે રખડતા પશુઓ પાણી અને કાદવના લીધે રસ્તા પર વચ્ચે આવીને બેસી જતા હોય છે અને વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. પાલિકા પાસે પણ હાલપુરતો તેનો ઉકેલ નથી.

મોરબી નગરપાલિકા તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા રસ્તે રઝળતા પશુઓની સમસ્યા નિવારવા શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રસ્તેથી પશુઓ હટાવ્યા બાદ ક્યાં રાખવા તે પ્રાણપ્રશ્ન છે. જેથી તાલુકા તથા શહેર ગૌશાળા સંચાલકો સાથે બેઠક કરવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં મોટાભાગના ગૌશાળા સંચાલકોએ જગ્યાનો અભાવ હોવાનું કારણ દર્શાવી નનૈયો ભણી દીધો હતો. મોરબી તાલુકામાં 34 તથા શહેરમાં 4 ગૌશાળા આવેલી છે જેમાંથી 7 ગૌશાળાને બાદ કરતા અન્ય ગૌશાળા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવે છે. આ સહાય લાખો રૂપિયાની હોય છે તેમ છતાં જ્યારે ગાયો તથા ગૌવંશને સાચવવાની કે પ્રજાના હિતની વાત આવે ત્યારે આ ગૌશાળાઓ રસ દાખવતી નથી જેનું પરિણામ આ પશુઓ તથા મોરબીની પ્રજા ભોગવી રહ્યા છે.

9 હજાર પશુ માટે અપાય છે લાખોની સહાય
મોરબીમાં સરકારી ચોપડે નોંધાયેલી તાલુકામાં 34 તથા શહેરમાં 4 ગૌશાળા છે જેમાં તાલુકામાં 6764 તથા શહેરમાં 2558 એમ કુલ મળીને 9322 નાના-મોટા પશુઓ છે. જેમાં ગત વર્ષે સરકારની કોરોના પશુ સહાયમાં 29 ગૌશાળાઓ રૂપિયા 52.03 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ગૌશાળાઓ ગૌસેવા આયોગ પશુ સંવર્ધન બોર્ડ સહિતના રાજ્ય સરકારના એકમોમાંથી સહાય મેળવે છે.

પાલિકા 100 વીઘામાં ગૌશાળા બનાવી રહી છે
મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પંચાસર રોડ પર આશરે 100 વિઘા જેટલી જગ્યામાં ગૌશાળા બનાવવામાં આવી રહી છે. હાલ તેમાં કમ્પાઉન્ડ વોલ તથા પાણીના અવેડા બનાવવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ રસ્તે રઝળતા પશુઓના ટેગીંગ કરવાની તથા આ પશુઓને પકડવાની કામગીરી માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે. બહુ જલદી લોકોની આ સમસ્યાનો પણ ઉકેલ લાવવા પાલિકા કમર કસી રહી છે. > ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા

સહાય મેળવતી ગૌશાળાનું લિસ્ટ

 • મોરબી પાંજરાપોળ
 • રાધાકૃષ્ણ ગૌસેવા
 • રામદેવ ગૌસેવા
 • કામધેનુ ગૌ સેવા
 • દૂધેશ્વર ગૌસંવર્ધન
 • ભડિયાદ ગૌશાળા
 • બંસીધર ગૌસેવા
 • નિરાધાર ગૌરક્ષણ
 • માધવ ગૌશાળા
 • જીવ કલ્યાણ ટ્રસ્ટ
 • આંદરણા ગૌશાળા
 • આદર્શ ગૌસેવા
 • કાશીબેન ધનજીભાઈ ગૌશાળા
 • દીપિકા ગૌશાળા
 • કૃષ્ણાનંદ ગૌશાળા
 • શ્રી મેલડી માં ગૌશાળા
 • ગૌ આશિષ યુવક મંડળ
 • ગૌધન, શ્રી ગોવિંદ ગૌસેવા
 • રાજપર ગૌશાળા
 • સર્વોપરી ગૌશાળા
 • આદિત્ય ગૌસંવર્ધન
 • અભિલાષા ગૌસેવા
 • સતનામ ગૌસેવા
 • માધવ અંધ અપંગ ગૌશાળા
 • શ્રી વાસુદેવ ગીરગાય વિકાસ
 • નેત્રી ગૌસેવા
 • નકલંગજી જગ્યા ગૌશાળા
 • ધર્મનંદન સેવા
અન્ય સમાચારો પણ છે...