વિવાદ:મોરબીમાં સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશો વચ્ચે દીવાલ વિવાદ ઉભો થયો, રહીશોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરમાં આવેલી વ્રજ સોસાયટી અને વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં દીવાલ વિવાદ ઉત્પન્ન થયો છે. જેનાથી ત્રસ્ત થઈને સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવ અંગેની વિગતે રજૂઆત કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.

આ અંગે સ્થાનિકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી રવાપર રોડ ઉપર આવેલી વ્રજ સોસાયટી અને વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના રહીશો વચ્ચે દીવાલના પ્રશ્ને વિવાદ થયો છે. છેલ્લા 22 વર્ષથી જે રસ્તાનો વ્રજ સોસાયટીના રહીશો ઉપયોગ કરી રહ્યાં હતા તે બન્નેના સંયુક્ત ઉપયોગમાં લેવાતા રસ્તામાં તારીખ 07/01/2023ના રોજ પાડોશમાં આવેલી વ્રજ સોસાયટીના રહિશો દ્વારા જબરદસ્તીથી સળંગ દિવાલ ચણીને વ્રજ વાટિકા એપાટર્મેટના ચાલવાનો માર્ગ બ્લોક કરી દીધો છે. નોંધનીય છે કે આ એપાર્ટમેન્ટમાં 70 જેટલા પરિવાર રહે છે. આ દીવાલને પગલે વૃદ્ધો, બાળકો અને મહિલાઓ ભારે તકલીફ ઉત્પન્ન થતી હોય તેથી આ અવરોધને દૂર કરવા રહીશો મોરબીના કલેક્ટરને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...