આવેદનપત્ર:વકફ બોર્ડ સરકારી મિલકત પર કબજો કરતા હોવાનો આક્ષેપ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
  • ગુજરાત રાજ્ય વકફ બોર્ડનું વિઘટન કરવા માટે માગણી

વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર રચવા ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ-1995ની કલમનો દુરુપયોગ કરી કાયદાનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું પ્રતીત થતું હોવાના આક્ષેપ એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.

આ સંગઠન દ્વારા વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મંગળવારના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...