આત્મહત્યા:વઢવાણની મહિલા પોલીસ કર્મચારીનો મોરબીના પોલીસ ક્વાર્ટરસમાં  આપઘાત

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનિંગ પુરી કરી 15 દિવસ પહેલા જ નિમણૂક થઇ હતી : મોતનું કારણ હજુ અકબંધ

મોરબેીના એ-ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલી જૂની પોલીસ લાઇનના ક્વાર્ટરમાં રહેતા અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વઢવાણની મહિલા પોલીસ કર્મી શુક્રવારે સવારના સમયે પોતાના જ ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કાફલો દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ અંગે એ-ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક 15 દિવસ પહેલા જ ટ્રેનિંગ પૂર્ણ કરી ફરજમાં હાજર થયા હતા.

વઢવાણ નવાદરવાજા બહાર રહેતા અને મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા તેમજ એ-ડીવિઝન પોલીસ મથકના પોલીસ લાઈનમાં રહેતા 22 વર્ષના નિતુબેન નટવરભાઈ પરમાર નામની મહિલા પોલીસ કર્મીએ શુક્રવારે સવારે તેના જ ક્વાર્ટરમાં દુપટ્ટો બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. શુક્રવારે મહિલા પોલીસ જવાન ફરજ પર હાજર ન થતા અન્ય સાથી કર્મી તેને ક્વાટરે પહોંચી. ત્યારે નિતુબેનને ફાંસો લગાવેલી હાલતમાં જોતા તેને પોલીસ મથકમાં જાણ કરતા એ-ડિવિઝન પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ડીવાયએસપી પઠાણ અને એસપી ઓડેદરા સહિતના પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવ બાદ મૃતકના પરિવારને પણ જાણ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત(એડી) નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. મહિલા પોલીસ કર્મીના આપઘાતનું કારણ સામે આવ્યું ન હતું. આ મહિલા કર્મી નવી ભરતી હતા અને 15 દિવસ પહેલા જ ટ્રેનિંગ પૂર્ણ કરી હાજર થયા હતા તેમને હેડક્વાર્ટરમાં ફરજ સોંપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...