મતદાન:ત્રાજપર અને રણછોડગઢ બેઠક માટે આજે મતદાન

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટા ચૂંટણીની પ્રક્રિયા માટે તમામ સ્ટાફ સજ્જ
  • કર્મીઓ EVM સાથે મતદાન મથકે પહોંચ્યા

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 અને હળવદની રણછોડગઢ બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ બન્યું છે. પેટા ચૂંટણીની પ્રક્રિયા માટે સ્ટાફ સજ્જ બન્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 સીટના સદસ્ય નાથાભાઈ ડાભીનું અગાઉ અવસાન થતાં આ ખાલી પડેલી બેઠક તેમજ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકના મહિલા સભ્યનું અવસાન થતા પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી 3 ઓક્ટોબરને રવિવારે એટલે કે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મોરબી ત્રાજપર બેઠક માટે 12 એસઆરપી જવાન, 9 હોમગાર્ડ, 20 પોલીસ જવાન સહિત પીઆઇ અને પીએસઆઇ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે આજ રીતે હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક માટે પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...