ભારતના ચુંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા –‘મારો મત મારૂ ભવિષ્ય એક મતની તાકાત’ શરૂ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા SVEEP(સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાત જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબુત બનાવવા માટે છે. તમામ વય જુથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદેશ્ય લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનું આયોજન કરાયુ છે.
મારો મત એ મારૂ ભવિષ્ય છે – એક મતની તાકાત” થીમ રહેશે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે. ક્વિઝ સ્પર્ધા દેશમાં ચુંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂકતા અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના ૩ સ્તરો હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઇ-પ્રમાણપત્ર મળશે. આ સ્પર્ધામાં ગીત સંગીત વિડીયો સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે સંસ્થાકીય, વ્યવસાયિક, અને કલાપ્રેમી દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. વધુમાં, દરેક કેટગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઇનામો પણ આપવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઇટ https://ecisveep.nic.in/contest/ પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.