સંઘ વીરપુર પહોંચ્યો:વીરપુર ભક્તોથી ઊભરાયું, જલારામ જન્મજયંતી ઉજવવા ભારે ઉત્સાહ

વીરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ગભેણીના 200 પદયાત્રિકનો સંઘ વીરપુર પહોંચ્યો

વીરપુરમા સંત જલારામ બાપાની 223મી જયંતીને ઉજવવા સુરતના ગભેણીના 200 પદયાત્રીઓનો સંઘ પહોંચ્યો છે, બીજી તરફ ગામમાં બીજી દીવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો છે. યાત્રિકો માટે સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સરબત, છાસ, ઠંડા પાણીની ફ્રી સેવાઓના સ્ટોલ ઉભા કરાયા છે.

ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ એવા વીરપુરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાશે, જલાબાપાની 23મી જન્મ જયંતી હોવાથી ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે, દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલાબાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે, જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂરથી વાહનો મારફત, પગપાળા આવી પહોંચતા હોય છે ત્યારે છેલ્લા 15 વર્ષથી અવિરતપણે જન્મજયંતીની ઉજવણી માટે સુરતના ગભેણીથી પગપાળા આવતો 200 પદયાત્રિકોનો સંઘ આજે આવી પહોંચ્યો હતો, સંઘના પરેશભાઈ પટેલ, બીપીનભાઈ મોદીએ જણાવ્યું હતું કે 200થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ, પુરુષોનો પગપાળા સંઘ લઈને દિવાળી પહેલા ગભેણીથી નીકળ્યા હતા. અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા પદયાત્રીઓએ દિવાળીની રસ્તામાં ઉજવણી કરીને આજે 13 દિવસે વીરપુર આવી પહોંચ્યા હતા અને તે પદયાત્રીઓ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણી કરીને સુરત પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...