તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોરબીમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે જબરો વિરોધ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક મહાસંઘનો બેઠકમાં લડી લેવા નિર્ધાર

રાજય સરકાર દ્વારા તાજેતરમાં તમામ સરકારી શાળાના શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કરવાની જાહેરાત કરી હતી, આવા સમયે મોરબી સહિત રાજયભરમાં શિક્ષકોની કાર્યદક્ષતા સામે સવાલ ઉઠાવી સર્વેક્ષણનો બહિષ્કાર કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં હાકલ કરી છે અને તેના માટે શિક્ષકો ને તૈયાર રહેવા અપીલ કરી છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંતની ટીમ દ્વારા ઓનલાઈન મિટીંગ મળી હતી. જેમાં 100 હોદેદારો જોડાયા હતા અને આ મીટીંગમાં સંઘના પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે બાયસેગના માધ્યમથી સંગઠનને બદનામ કરવાનું જે કામ થઈ રહ્યું છે એને આપણે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાજ્ય પરીક્ષા બોર્ડની મુલાકાત અને સચિવ સાથેના વાર્તાલાપની વાત કરી અને રજિસ્ટરમાં ત્રણ વ્યક્તિની સહી વગેરેની વાતો કરી ત્યારબાદ રતુભાઈ ગોળ દ્વારા તમામ જિલ્લાના રિવ્યુ લેવાયા તમામ જિલ્લાના અધ્યક્ષ મંત્રી,સંગઠન મંત્રીએ શિક્ષકોનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું કે તમામ જિલ્લાના 90 ટકા શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે એ માટે શિક્ષકોના પ્રતિજ્ઞા પત્રો પણ તૈયાર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...