તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ વીડિયો:મોરબીમાં ત્રણ બકરાંની તલવાર ઝીંકી હત્યા કર્યાનો વીડિયો જાહેર

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રસંગની ઉજવણીના નામે થયેલી કતલના બનાવમાં 3 આરોપી હાથવેંતમાં
 • ત્રણ શખ્સે કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી પણ ન લીધાનો આક્ષેપ

મોરબી શહેરમાં સામાંકાંઠા વિસ્તારમાં કોઈ પ્રસંગ દરમિયાન 3 શખ્સ દ્વારા ત્રણ બકરાંની જાહેરમાં તલવારના ઘા ઝિંકી હત્યા કરી હોવાની ઘટના બની હતી અને આખી ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો. અને આ વીડિયો અલગ અલગ મીડિયામાં ફરતો કરાતા વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખે બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરુદ્ધ સક્ષમ અધિકારીઓની મંજૂરી વિના અબોલ જીવની હત્યા કરી પશુ અત્યાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે કે આ બનાવના ત્રણેય આરોપી હાથ વેતમાં જ છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડી વિસ્તારમાં રહેતા જીતસિંગ નામની વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હતો આ પ્રસંગમાં પછી એક ત્રણ વ્યક્તિ બકરાંના નાના બચ્ચાંના જાહેરમાં તલવારના ઘા ઝિંકી હત્યા કરી નાખી હતી. જો કે જાહેરમાં તલવારના ઘા ઝીંકી બકરાની હત્યા કર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થઇ ગયો હતો.

આ વીડિયો અંગે મોરબીના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ કમલેશ ભગવાનભાઈ સુગિયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે સનીસિંગ ન્યાલચંદ બાવરી, અમરસિંગ માયસિંગ બાવરી, યુવરાજસિંગ જીતસિંગ બાવરી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પશુ અત્યાચાર એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.આ બનાવમાં 3 આરોપીઓ હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો