તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના સામાકાંઠે સોઓરડી નજીક આવેલ માળિયા વનાળીયા સોસાયટીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તલવાર વડે એક કે બે નહીં પરંતુ ત્રણ બકારના ગળા કાપતા હોય તેવું જોવા મળી રહ્યું હતું જેથી કરીને વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેરના પ્રમુખ દ્વારા ત્રણ શખ્સોની સામે મોરબી સિટી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવની જાણવા મળી રહેલ માહિતી મુજબ વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેરના પ્રમુખ કમલેશ બોરીચાએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે તેના મોબાઈલમાં એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા હતા અને આ અંગે જીવદયા કામ કરતા ચેતનભાઈ પાટડીયા અને જીતુભાઈ ચાવડાનો તેમણે સંપર્ક કર્યો હતો અને વીડિયો મોરબીની માળિયા વનાળીયા સોસાયટીનો હોવાની માહિતી સામે આવી હતી.
વધુ તપાસ કરતાં જીતસિંગ બાવરીના ઘરે તા.3 ના રોજ પ્રસંગ હતો ત્યારે યુવરાજસિંગ જીતસિંગ બાવરી રહે. સોઓરડી, અમરસિંગ માયાસિંગ બાવરી રહે. મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે. લીલીયા જિલ્લો અમરેલી વાળાએ તલવાર મારીને ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયો હતો. તેના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણાંની કલમ 11(1) એલ તથા આઇપીસી કલમ 429 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે યુવરાજસિંગ જીતસિંગ બાવરી (18) રહે. સોઓરડી મોરબી અને ક્રીપાલસિંગ ઉર્ફે સનીસિંગ ન્યાલસિંગ યેક જાતે શીખ (21) રહે. લીલીયા જિલ્લો અમરેલીની ધરપકડ કરી છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ આરોપી યુવરાજસિંગના ભાઈના લગ્નનો પ્રસંગ હતો. જેમાં જાહેરમાં તલવાર મારીને ત્રણ બકરાની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને પોલીસે વરરાજાના ભાઈ સહિત બેની ધરપકડ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.