તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓવરબ્રિજની મરામત શરૂ:મોરબીના માળિયા પાસે નેશનલ હાઇવે પરના ક્ષતિગ્રસ્ત પૂલ પર વાહન વ્યવહાર બંધ કરાયો

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગમે ત્યારે અકસ્માત નોતરી શકે તેવા જર્જરિત પુલનું રિપેરિંગ શરૂ કરાતા ડાયવર્ઝન અપાયું - Divya Bhaskar
ગમે ત્યારે અકસ્માત નોતરી શકે તેવા જર્જરિત પુલનું રિપેરિંગ શરૂ કરાતા ડાયવર્ઝન અપાયું
  • કચ્છ જિલ્લામાંથી આવતાં જતા નાનાં વાહનોને અન્ય એક પૂલ પર ડાયવર્ટ કરવામાં આવ્યા

મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 27 ઉપર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવાથી એક બાજૂના રોડની રિપેરીંગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે, અને નાના વાહનોને અન્ય પુલ પરથી જવા આવવા સુચના આપી દેવાઇ છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતા અને કચ્છ જિલ્લાને જોડતા નેશનલ હાઇવે 27 પર મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે. હાલ આ નેશનલ હાઇવે પર માળિયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અને અકસ્માત થવાની સંભાવના વધતા તેને તાત્કાલિક રીપેર કરવાની જરૂરિયાત ઉભી થઇ હોવાથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજુનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે.

આ રસ્તા પરથી નિકળતા પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (40 ટનથી વધુ) જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી આપવામાં આવી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર અને રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવી છે. અન્ય ટ્રાફિક માટે માલિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલો હોઇ જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે.

જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે. સાથોસાથ ટ્રાફિક સરળ બનાવવા માટે મોરબી જિલ્લાની સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી-કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક માટે નિયંત્રણ રાખવામાં આવ્યુ છે. તેમજ વધારાની કેન્સ, એમ્બ્યુલન્સ રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, તેમજ જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...