G-20 ગ્લોબલ સમીટ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સૂચના અને મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી આયોજિત જિલ્લા કક્ષાએ 60 વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સીટીઝન બહેનોની (૧) એથ્લેટિકસ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં 60 વર્ષથી વધુ વયની મહિલાઓને જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં મહિલાઓ ઉત્સાહભેર આ વિવિધ સ્પર્ધામાં જોડાય તે માટે જિલ્લા રમત વિકાસ વિભાગે અરજીઓ મંગાવી છે. આ માટે ફોર્મ જમા લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવીને તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ જાણ કરવામા આવશે. વધતી વયને ધ્યાને લઇ મહિલાઓ યોગાસન કે એથ્લેટિક્સ તેમજ મગજનની કસરત કરાવતી સ્પર્ધા ચેસ જેવી રમતો પસંદ કરતી હોય છે તેથી આ કાર્યક્રમમાં પણ આવી જ રમતોને સ્થાન આપવામાં આવ્યું છે કે, જેમાં સિનિયર સિટીઝન મહિલાઓ જોડાવાનું પસંદ કરે અને ઉત્સાહપૂર્વક ભાગ લઇ શારીરિક સજ્જતા કેળવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.