તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિન:મોરબીમાં રસીનો ક્વોટા અડધો કરી દેવાયો

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 વર્ષથી ઉપરના 3000ના બદલે માત્ર 1500 યુવાનને અપાશે કોરોના વેક્સિન

રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં 18થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને તા 4 જૂન થી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપરથી વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધી દરેક સેન્ટરને રોજના 200 ડોઝ આપવામાં આવતા હતો. જો કે,આવતીકાલથી આપવામાં આવતા ઘટાડો કરી 100 ડોઝનો કરવામાં આવ્યો છે. જેથી કરીને કોવિન પોર્ટલ ઉપરથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી હોય તેવા આખા જિલ્લામાં 1500 યુવાનોને વેક્સિન તદન વિના મુલ્યે આપવામાં આવશે.

મોરબી જિલ્લામાં વેક્સિન મૂકવામાં આવે છે તે સ્થળોમાં મોરબી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ), સિવિલ હોસ્પીટલ મોરબી , સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક), ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર હળવદ તાલુકામાં સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરમાં રસી આપવામાં આવશે.

દૈનિક 200થી વધુ યુવાનો રજિસ્ટ્રેશન કરે છે, વેક્સિન ઓછા લે છે !
4 જૂનથી 18થી 44 વયના યુવાનો માટે નિશુલ્ક રસી આપવામાં આવી રહી છે, આ માટે યુવાનો ભારે ઉત્સાહ સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, દર 24 કલાકે ખુલતા 3000 વેક્સિનના સ્લોટ ગણતરીની કલાકમાં ફૂલ થઈ જાય છે. રસી લેવા તમામ યુવાનો જતા નથી. જિલ્લામાં દૈનિક 150થી 200 યુવાનો રસી લેવા ન આવતા હોવાથી તેમના માટે ફાળવેલી રસી તે દિવસે ઉપયોગ વિના પડી રહે છે અને બીજી તરફ તે દિવસે રસી લેવા માગતા, રજિસ્ટ્રેશન ન થઈ શકવાને કારણે રસી ન લઈ શકતા યુવાનોને રાહ જોવી પડી રહી છે. રજિસ્ટ્રેશન કરાવનાર યુવાનો રસી લેવા તૈયાર હોય ત્યારે જ રજિસ્ટ્રેશન કરવા, જે દિવસે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, સ્લોટ મળ્યો હોય તો તે દિવસે અચૂક રસી લેવા કરતા પહેલા યોગ્ય બાદ અચૂક લઈ લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...