તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મોરબી જિલ્લામાં બે દિવસ વેક્સિનેશન બંધ રહેશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોને અનુલક્ષીને રસી દેવાની કામગીરી બંધ
  • શનિવારે 3736 લોકોને મળ્યો વેક્સિનનો ડોઝ

મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સાતમ અને જન્માષ્ટમી પર્વમાં એટલે કે 29 અને 30 ઓગસ્ટના રોજ એમ બે દિવસ જાહેર રજા હોવાથી તમામ સેન્ટરમાં વેક્સિનેશન કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સોમવારે ફરીથી જાહેર કરવામાં આવેલા સેન્ટર પર વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવશે. બે દિવસ રજા રાખ્યા બાદ મંગળવારે વેકસીન ટાર્ગેટ પણ વધુ કરવાનું આયોજન હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

તો સોમવારે જિલ્લામાં કુલ 67 સેન્ટર પર 3736 લોકોને ડોઝ આપવામાં આવ્યા હતા.3736 ડોઝમાં 45થી વધુ ઉંમરના 967 લોકોને 18થી 44 વયના 2746 યુવાનોને સરકારી કેન્દ્ર પર તો 23 ખાનગી સેન્ટરમાં રસી આપવામા આવી હતી. આજે જિલ્લામાં કુલ 3736 લોકોને રસી આપવામાં આવી હતી, જેમાંથી 2547 લોકોને પ્રથમ અને 1189 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 6,03,853 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 4,85,514 લોકોને પ્રથમ અને 1,18,339 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...