તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મોરબીમાં કોવિશિલ્ડ ખાલાસ, 15 કેન્દ્ર પર જ થયું રસીકરણ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકો હોંશથી વેક્સિન લેવા કેન્દ્ર પર પહોંચ્યા હતા, પરંતુ અમુકને સ્ટોકના અભાવે પરત જવું પડ્યું. - Divya Bhaskar
લોકો હોંશથી વેક્સિન લેવા કેન્દ્ર પર પહોંચ્યા હતા, પરંતુ અમુકને સ્ટોકના અભાવે પરત જવું પડ્યું.

સરકાર એક તરફ વધુ વેક્સિનેશન થાય અને લોકો સુરક્ષિત બને તે માટે વારંવાર જાહેરાતો કરે છે અને બીજી તરફ વેક્સિનની ભારે અછત જોવા મળી રહી છે. મોરબીમાં આજે વેક્સિનનો જથ્થો ખૂબ જ મર્યાદિત હોવાથી શહેરના રસીકરણ કેન્દ્ર પર ભીડ જોવા મળી હતી, અને મોટાભાગના કેન્દ્રો પર રસીનો જથ્થો ન હોઇ અમુક જ કેન્દ્રો પર રસી અપાઇ હતી.

મોરબીમાં ૧૮ થી વધુ વયના માટે કોરોના વેક્સિનેશન શરૂ કરાયા બાદ સરકાર દ્વારા સ્પોટ રજિસ્ટ્રેશનને આધારે વેક્સિનેશન શરૂ કરાયું હતું, જેમાં જિલ્લામાં પ્રથમ 70 કેન્દ્ર બાદ સોમવારે 40 અને મંગળવારે માત્ર ૧૫ કેન્દ્ર પર જ રસીકરણ ચાલુ રખાયું હતું. જેમાં પણ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ પાસે કોવિશિલ્ડનો જથ્થો સંપૂર્ણ ખૂટી જતા માત્ર કોવેક્સિન જ આપવામાં આવી હતી. મંગળવારે કોવેક્સિનના કુલ 2600 ડોઝ ફાળવાયા હતા, જેમાંથી મોરબી શહેરમાં ૧૨૩૦ ડોઝ અપાયા હતા. મોરબી શહેરમાં પાંચ કેન્દ્રો પર રસી અપાતી હતી પરંતુ તેમાં અમુક કેન્દ્રો પર કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવતો ન હતો. કોવિશિલ્ડ તો હતી જ નહી, તેથી કોવિશિલ્ડનો બીજો ડોઝ લેનારાઓને ધકકા થયા હતા. બીજી તરફ પંદર જ કેન્દ્રો પર રસીકરણ ચાલુ રખાતા વાંકાનેર ગ્રામ્યમાં એક પણ સેન્ટર પર નહીં અને હળવદમાં માત્ર એક ગામડામાં વેક્સિનેશન કરાયું હતું.

વેપારીની હાલત કફોડી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં વેપાર કરતા તમામ વેપારીઓએ ૩૦ જૂન સુધીમાં વેક્સિન લઈ લેવી ફરજિયાત છે, નહી તો આવા વેપારીઓ પોતાનો ધંધો ચાલુ રાખી શકશે નહીં. બીજી તરફ મોરબી શહેર તથા જિલ્લામાં વેક્સિનની ખુબ જ અછત જોવા મળી રહી છે જેના કારણે ઘણા બધા વેપારીઓનો વેક્સિન લેવામાં વારો આવતો નથી અને આજે (બુધવારે) વેપારીઓ માટે જાહેરનામા મુજબ છેલ્લો દિવસ છે, ત્યારે શહેરના વેક્સિનેશન કેન્દ્ર પર કોઈ માથાકૂટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જિલ્લામાં આજે વેક્સિનના વધુ 3500 ડોઝ ફાળવાશે
મોરબી જિલ્લામાં મંગળવારની સ્થિતિએ કોવિશિલ્ડનો જથ્થો નહોતો, તેથી કોવેક્સિન જ અપાય છે પરંતુ આજે રોજ રાજકોટથી કોવિશિલ્ડનો ૩૫૦૦ ડોઝનો જથ્થો મોરબી જિલ્લાને ફાળવવામાં આવ્યો છે. જેથી બુધવારે કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થઈ જશે. આ ઉપરાંત રસીકરણ કેન્દ્રોની પણ ફેરબદલ કરવામાં આવશે જે માત્ર ગ્રામ્ય વિસ્તારો માટે હશે. > ડો.વિપુલ કારોલિયા, એપેડેમિક ઓફીસર, મોરબી.

અન્ય સમાચારો પણ છે...