આળસ ભારે પડી શકે:મોરબી જિલ્લામાં વેક્સિનેશન મંદ પડ્યું, 13 દિવસમાં 53,631 લોકોને અપાઇ રસી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની વસતિના કુલ ટાર્ગેટના 73 ટકા લોકોએ જ લીધો છે પહેલો ડોઝ
  • જિલ્લામાં હજુ પણ 2.20 લાખ લોકો પ્રથમ ડોઝ મેળવવામાં ઢીલ અને બેદરકારી દાખવી રહ્યા છે

કોરોનાની બીજી લહેરે જે રીતે ભય ફેલાવ્યો હતો તે બાદ કોરોનાને કાબુમાં લેવા વેક્સિનેશન અભિયાન તેજ કરી દેવાયું હતું. જેના કારણે અલગ અલગ સ્થળે કેમ્પ કરાતા હતા. મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઈ શક્યા હતા. હાલ જિલ્લામાં 8,18,000 જેટલા લોકોને વેક્સિન માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા. જેમાથી આજ દિન સુધીમાં 5.97 લાખ જેટલા લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો હતો. એટલે કુલ ટાર્ગેટના 73 ટકા જેટલા લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો હતો.

જયારે 2.20 લાખ જેટલા લોકોએ હજુ પણ પ્રથમ ડોઝ મેળવ્યો નથી હાલ કોરોના કેસ સાવ નહિવત થઈ જતા લોકો નિશ્ચિંત બની ગયા હોય તેમ વેક્સિન લેનાર લોકોની જ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થયો છે. છેલ્લા 13 દિવસ દરમિયાન માત્ર 53,631 લોકોને વેક્સિન મળી હતી એટલે કે જિલ્લામાં દૈનિક માત્ર 4000થી 4500 લોકોને વેક્સિન મળી રહી હોય તેમ લાગી રહ્યુ છે.

જે અગાઉના વેક્સિનેશન કેમ્પ સરખામણી ખૂબ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં બીજો ડોઝ લેનારની સંખ્યા પણ ઘટી છે.જિલ્લામાં કુલ વેક્સિનેશન જોઈએ તો 5.98 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જેની સામે 2.05 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. હાલ જે પણ લોકોના બીજો ડોઝ બીજો ડોઝ લેનારની સંખ્યા ખૂબ ઓછી છે. જો આ ગતિએ કામગીરી ચાલશે તો ફરી વેક્સિન કામગીરી ઘટાડો થશે.

અનેક સેન્ટર પર વેક્સિન લેનારની સંખ્યા ઘટી છે
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મોટા ભાગના સેન્ટરમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.જો કે લોકોમાં વેક્સિન અંગેનો ઉત્સાહ ઘટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સેન્ટરમાં ફાળવેલી રસીમાંથી ડોઝ વપરાશ જ થતો નથી. જેના કારણે જ વાયલ ખુલી ન હોય તેવી રસીનો બીજા દિવસે ઉપયોગ કરાઇ છે. > ડો.વિપુલ કરોલીયા, પ્રોગ્રામ ઓફિસર, વેક્સિન

અન્ય સમાચારો પણ છે...