વેક્સિનેશન:મોરબી જિલ્લામાં 62 સેન્ટર પર 9164 લોકોનું વેક્સિનેશન

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે જાહેર રજાના લીધે રસીકરણ બંધ રહેશે
  • 4.32 લાખ લોકોને પહેલો ડોઝ લેવાઇ ગયો

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વેક્સિનેશન કામગીરીએ ગતિ પકડી છે અને દરરોજ 8,000થી 9,000 સુધીના લોકોનું વેક્સિનેશન થઇ રહ્યું છે અને એક તબક્કે તો જિલ્લામાં દૈનિક 11,000 ડોઝ આપતાં લોકોમાંથી પણ ઉહાપોહ ઘટી ગયો હતો. આજે શનિવારે 62 કેન્દ્રો પર 9,164 લોકોએ રસી લઇ કોરોનાથી સુરક્ષિત બન્યા હતા અને કુલ વસતિ પૈકીના 4.32 લાખ લોકો પહેલા ડોઝથી રક્ષિત બની ગયા છે.

મોરબી જિલ્લામાં 15 ઓગસ્ટ બાદ વેપારીઓ,હોટેલ સંચાલકો કર્મચારી અને જાહેર સ્થળો પર વેપાર કરતા લારીધારકો સહિતનાના વેકસીનના ડોઝ મેળવવા ફરજિયાત લેવા પડશે.આ મુદત વધુ લંબાશે કે કેમ તે અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી બીજી તરફ મોરબીમાં હાલ ચાલી રહેલ વેકસીન અભિયાન જોઈએ તો શનિવારે કુલ 62 સેન્ટરમાં કુલ 9164 લોકોએ વેકસીન મેળવી હતી.શનિવારે કુલ 9164 લોકોમાં 8547 લોકોને પ્રથમ ડોઝ જ્યારે જેમબીજો ડોઝ 617 લોકોને બીજો ડોઝ આપ્યા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 4,32,832ને પ્રથમ અને 1,03,387ને બીજો ડોઝ આપ્યો હતો.તો કુલ 5,36,219 ડોઝ આપ્યા હતા. 15મી ઓગસ્ટની જાહેર રજાના કારણે રવિવારે વેકસીન કામગીરી બંધ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...