વેક્સિનેશન:મોરબી જિલ્લામાં 140 સેન્ટર પર 5150 લોકોનું વેક્સિનેશન

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા ડોઝ માટે ઉત્સાહી લોકો બીજા ડોઝ માટે નિરસ

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે અનેક પરિવારને હલબલાવી નાખ્યા હતા અને અંતરંગ વ્યક્તિઓ છીનવી લીધી હતી, આથી જે તે સમયે રસીકરણ શરૂ કરાતાં જ ડરના માર્યા લોકો રસી લેવા દોડતા હતા અને પહેલો ડોઝ લેવામાં ઉત્સાહી લોકોનો ઉત્સાહ હવે બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં જાગતો નથી અને તેમની નિરસતા ઉડીને આંખે વળગે તેવી છે. જિલ્લાનો જે ટાર્ગેટ છે તે પૈકી 50 ટકાથી ઓછી વસતિએ બીજો ડોઝ લીધો નથી. શુક્રવારે 140 સેન્ટર પર 5150 લોકોએ રસી લીધી હતી.

મોરબીમાં દિવાળી બાદથી ધીમી પડેલી વેકસીનેશન કામગીરી ફરી વેગ પકડી રહી હોય તેમ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. શુક્રવારે કુલ 140 સેન્ટરમાં 5150 લોકોને રસી આપવામાં આવી હતી. આ 5150માં 1082 લોકોને પ્રથમ ડોઝ,જ્યારે 3968 લોકોએ બીજો ડોઝ મેળવ્યો હતો.મોરબી જિલ્લામા આજના દિવસના મળી કુલ 10.66 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

જેમાં 6,89,221 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 3,77,765 લોકોએ બીજો ડોઝ લીધા હતા.મોરબી જિલ્લામા આજ દિન સુધીમાં 18થી 44 6,64,089 લોકોએ,45થી 60 સુધીના 2,49,449 અને 60થી વધુ વયના 1,53,448 લોકોને વેકસીન આપવામાં આવી ચૂકી છે.જિલ્લામાં હજુ પણ પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ લેવા સેન્ટરમાં લોકો ન આવતા હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...