તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Vaccination Of 45+ In 64 Villages Of Morbi District Is Less Than 20%, No One Has Been Vaccinated In Five Villages Of Malia Taluka!

કોરોના રસીકરણ:મોરબી જિલ્લાના 64 ગામમાં 45+નું વેક્સિનેશન 20 %થી ઓછું, માળિયા તાલુકાના પાંચ ગામમાં કોઇએ વેક્સિન લીધી જ નથી!

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટંકારા તાલુકામાં  વેક્સિનેશન શરૂ થતાં જ યુવાનોએ ઉમળકાભેર રજિસ્ટ્રેશન કરાવી રસી લીધી. - Divya Bhaskar
ટંકારા તાલુકામાં વેક્સિનેશન શરૂ થતાં જ યુવાનોએ ઉમળકાભેર રજિસ્ટ્રેશન કરાવી રસી લીધી.
  • 18 પ્લસને રસીની સરકારની જાહેરાત સાથે જ યુવાઓની દોડ : બીજી તરફ વયસ્કોનું રસીકરણ વધારવા આરોગ્ય તંત્રની દોડ
  • મોરબી જિલ્લામાં 3,000 લોકોને રસીના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે 2,736 યુવાને વેક્સિન લીધી
  • સાંસદ કુંડારિયાના વતન નીચી માંડલ ગામમાં 95 %, MLA મેરજાના વતન ચમનપરમાં 47 % રસીકરણ, 45થી ઉપરની વયના લોકોનું મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 39% વેક્સિનેશન જ થયું

કોરોનાની બીજી લહેર દરમિયાન મોરબી જિલ્લાની હાલત વધુ ગંભીર બની ગઇ હતી અને દર્દીઓની સંખ્યા વધી જતાં સિવિલમાં બેડ ઓછા પડે અને રીફર કરવા પડે તેવી હાલત બની ગઇ હતી. આથી વેક્સિનેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ભાસ્કરના ગ્રાઉન્ડ રીપોર્ટમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જિલ્લાના 64 ગામમાં હજુ સુધી 20 ટકાથી પણ ઓછું રસીકરણ થયું છે. તો પાંચ ગામ તો એવા છે કે જ્યાં એક પણ વ્યક્તિએ રસી લીધી જ નથી. આથી ત્યાં 0 ટકા રસીકરણ થયું ગણાય.

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર બીજી લહેર વખતે વધુ માત્રામાં હતો જેના કારણે લોકોની વેક્સિનેશન અંગેની જાગૃતિ વધી રહી છે. અત્યાર સુધી મોરબી જિલ્લામાં ૪૫થી વધુ વયની વ્યક્તિઓને જ રસી અપાતી હતી. જ્યારે શુક્રવારથી 18 થી 44 વર્ષની વયના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ કરાયું છે. 45થી ઉપરની વયના લોકોનું જિલ્લામાં અત્યાર સુધીમાં 39% વેક્સિનેશન થયું છે. મોરબી જિલ્લામાં 45થી વધુ વયના લોકોમાં 64થી વધુ ગામોમાં 20 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થયું છે. જેમાં પાંચ ગામોમાં તો એક પણ વ્યક્તિએ વેકસીન લીધી નથી.

20 ટકાથી ઓછા વેક્સિનેશનમાં મોરબી તાલુકાના 18 ગામ, વાંકાનેરના 29 ગામ, માળીયા મિયાણા તાલુકાના 11 ગામ, ટંકારાના 5 ગામ તથા હળવદના 1 ગામનો સમાવેશ થાય છે. તો બીજી તરફ આજથી જ શરૂ થયેલા 18 થી 45 વર્ષની વયના લોકોએ પહેલા જ દિવસે વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને 15 સેન્ટરોમાં ત્રણ હજાર લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

ઓછા રસીકરણ માટે ધાર્મિક માન્યતા અને ડર જવાબદાર

  • અમારે રસીની જરૂર નથી
  • અમારા અલ્લાહની મરજી નથી
  • અમારે નથી લેવી
  • માતાજી રખોપા રાખે છે
  • અમારે કોઈ તકલીફ નથી તો શા માટે રસી લેવી?
  • આ રસી લેવાથી વધુ બીમાર પડીએ
  • આ રસીના કારણે બે વર્ષમાં માણસ મરી જાય.

લોકોમાં વેક્સિનેશન અંગે જાગૃતિના પ્રયાસ ચાલુ જ છે
જે ગામોમાં 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન ઓછું છે, ત્યાં ગ્રુપ મિટિંગ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનો તથા તબીબો દ્વારા સમજાવટ ચાલુ છે. આ ઉપરાંત જે તે તાલુકાના નાયબ કલેકટર, મામલતદાર, હેલ્થ ઓફિસર દ્વારા તેના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોની મદદથી પણ સતત સમજાવટ કરવામાં આવે છે. જિલ્લામાં 45 પ્લસના 2,94,700 લોકોમાંથી 1,15,167 લોકોનું વેક્સિનેશન થયું છે. જે ટકાવારી 39 ટકા આસપાસ છે. > ડો.વિપુલ કારોલિયા, એપેડેમીક મેડીકલ ઓફિસર

પહેલા જ દિવસે 91.2 ટકા યુવાનોનું રસીકરણ
18 પ્લસને રસી આપવાની જાહેરાતની સાથે જ યુવા વર્ગે સભાનતા બતાવી અને પહેલાં જ દિવસે જિલ્લામાં 3,000 લોકોને રસી આપવાના ટાર્ગેટ સામે 2,736 યુવાનોએ રસી લઇ 91.2 ટકા પ્રતિસાદ આપ્યો હતો. બીજી તરફ જનપ્રતિનિધિઓના વતનની વાત કરીએ તો સાંસદ કુંડારિયાના વતન નીચી માંડલ (મોરબી)માં 95 ટકા વેક્સિનેશન થઇ ચૂક્યું છે જ્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વતન ચમનપર ( માળિયા)માં હજુ સુધી માત્ર 47 ટકા જ વેક્સિનેશન થયું છે. જેના પરથી ફલિત થાય કે લોકપ્રતિનિધિઓ પોતાના વતન કે મતવિસ્તારમાં 100 ટકા રસીકરણ માટે કેટલા પ્રયત્નશીલ રહ્યા છે!

યુવાનો માટે વેક્સિનેશન રજિસ્ટ્રેશનની આ હશે પ્રક્રિયા

  • https://selfregistration.cowin.gov.in આ લીંક ઓપન કરી રજીસ્ટ્રેશન પોર્ટલ પર જઇને રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો
  • મોબાઈલ નંબર આપીને get otp પર ક્લિક કરો
  • મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે 180 સેકન્ડમાં submit કરવો
  • otp submit કરતા નવું પેજ ખુલશે તેમાં તમારી વિગતો ભરવી
  • ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે ચૂંટણી કાર્ડ પણ માન્ય રહેશે.
  • તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઈડી નંબર આપવા
  • નામ જાતિ અને જન્મતારીખ જણાવવાની રહેશે
  • ત્યારબાદ નજીકનું વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનું
  • સેન્ટર સિલેક્ટ કર્યા બાદ સમય સ્લોટ પસંદ કરી શકો છો
  • રોજ સાંજે 5 વાગ્યે રજિસ્ટ્રેશન ઓપન થશે તે સંપૂર્ણ ભરાઈ જાય ત્યાં સુધી ચાલુ રહેશે.

અહીં વેક્સિન મુકાશે

  • આરોગ્ય કેન્દ્ર લાલપર
  • આરોગ્ય કેન્દ્ર ખાખરાળા
  • આરોગ્ય કેન્દ્ર ભરતનગર
  • આરોગ્ય કેન્દ્ર જેતપર
  • સિવિલ હોસ્પિટલ મોરબી
  • સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી
  • અર્બન હેલ્થ સેન્ટર મોરબી
  • આરોગ્ય કેન્દ્ર સાવડી
  • આરોગ્ય કેન્દ્ર લજાઈ
  • આરોગ્ય કેન્દ્ર ખાખરેચી
  • આરોગ્ય કેન્દ્ર સીંધાવદર
  • આરોગ્ય કેન્દ્ર ઢુંવા
  • સરકારી હોસ્પિટલ વાંકાનેર
  • સરકારી હોસ્પિટલ હળવદ
  • આરોગ્ય કેન્દ્ર માથક

દૈનિક 6000 ડોઝ મોરબીમાં અપાય છે
મોરબીમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે જિલ્લાના 15 કેન્દ્રો નિર્ધારિત કરાયા છે જેમાં દરેક કેન્દ્રમાં 200 ડોઝ અપાય છે. જ્યારે 18 થી 45 વર્ષની વયના લોકો માટે પણ 15 કેન્દ્ર નક્કી કરાયા છે. ત્યાં પૂર્વ રજિસ્ટ્રેશન કર્યા બાદ યુવાનોને વેક્સિનેશન કરાશે. આ કેન્દ્રો પર પણ 200 ડોઝ અપાઈ રહ્યા છે. પહેલા દિવસે તમામ કેન્દ્રો પર 100 ટકા વેક્સિનેશન થયું હતું.

અા ગામોમાં થયું છે નબળું રસીકરણ
તાલુકોગામટકા
મોરબીમાનસર17
મોરબીજાંબુડીયા14
મોરબીજીવાપર18
મોરબીજસમતગઢ18
વાંકાનેરચાંચડીયા16
વાંકાનેરકેરાળા8
વાંકાનેરલુણસરીયા8
વાંકાનેરબોકડથંભા18
વાંકાનેરધમાલપર19
વાંકાનેરપલાસડી19
વાંકાનેરવિરપર10
વાંકાનેરહોલમઢ18
વાંકાનેરલિંબાળા12
વાંકાનેરચંદ્રપુર16
વાંકાનેરખાખણા5
વાંકાનેરઅદેપર9
વાંકાનેરસતાપર12
વાંકાનેરતારકીયા8
વાંકાનેરવિનયગઢ13
વાંકાનેરરાતડીયા11
વાંકાનેરગારીડા12
વાંકાનેરભલગામ16
વાંકાનેરઠિકરીયાળા6
વાંકાનેરમહિકા15
વાંકાનેરવાલાસણા13
વાંકાનેરઅમરસર5
માળિયાજુમાવાડી2
માળિયાનવુનવલખી2
માળિયાવર્ષામેડી14
માળિયાબગસરા3
માળિયાનવાગામ15
માળિયામાળિયા15
તાલુકોગામટકા
માળિયાલવણપુર0
માળિયામંદરકી0
માળિયાકાજરડા0
માળિયાહંજીયાસર0
માળિયાચીખલી0
મોરબીજુનાસાદુળકા3
મોરબીશાપર7
મોરબીમધુપુર6
મોરબીશક્તિનગર6
મોરબીઝીંઝુડા7
મોરબીબેલા-રં8
મોરબીઅણીયારી8
મોરબીઅમરાપર7
મોરબીનાગલપર8
મોરબીરાપર18
મોરબીકોયલી16
મોરબીગીડચ15
મોરબીસોખડા15
મોરબીગાળા17
વાંકાનેરનવીકલાવડી11
વાંકાનેરપ્રતાપગઢ11
વાંકાનેરઅરણીટીંબા18
વાંકાનેરતીથવા19
વાંકાનેરરાણેકપર7
વાંકાનેરનવી દેવડી16
વાંકાનેરવિડીજાંબુડિયા13
ટંકારાધ્રોલીયા20
ટંકારામેઘપરઝાલા14
ટંકારાજોધપરઝાલા13
ટંકારાઅમરાપર10
ટંકારાટોળ10
હળવદકેદારીયા6
અન્ય સમાચારો પણ છે...