રસીકરણ:મોરબી જિલ્લામાં 40,000ના ટાર્ગેટ સામે 37,194 લોકોનું વેક્સિનેશન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના રવાપર પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સવારથી જ જાગૃત લોકોએ રસી લેવા કતારો લગાવી હતી પરંતુ આરોગ્ય સ્ટાફ જ હાજર ન હોઇ લોકોએ કંટાળીને અન્ય કેન્દ્ર તરફ ચાલતી પકડી હતી. - Divya Bhaskar
જિલ્લાના રવાપર પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સવારથી જ જાગૃત લોકોએ રસી લેવા કતારો લગાવી હતી પરંતુ આરોગ્ય સ્ટાફ જ હાજર ન હોઇ લોકોએ કંટાળીને અન્ય કેન્દ્ર તરફ ચાલતી પકડી હતી.
  • પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે 201 કેન્દ્ર પર યોજાયેલા મહાવેક્સિનેશન કેમ્પમાં રેકોર્ડબ્રેક રસીકરણ
  • રવાપર પેટા આરોગ્ય કેન્દ્રમાં રસી આપનાર જ ગેરહાજર

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સિનેશન અંગેનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાન થકી એક દિવસમાં મહતમ લોકોને વેક્સિન મળે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ તાલુકામાં કુલ 51 ટીમ બનાવી હતી તેમજ ડોર ટુ ડોર વેક્સિન માટે 12 મોબાઈલ વેક્સિનેટર કામ પર લાગ્યા હતા અને આ મહાઅભિયાનને અનુસંધાને મોરબી જિલ્લામાં કુલ 201 સેન્ટરમાં વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શિક્ષકોની પણ અલગ અલગ ટીમ બનાવી છેવાડાના લોકો કોઇ પણ પ્રકારની ધાર્મિક માન્યતા કે કોઈ પણ પ્રકારનો ડર અને પૂર્વાગ્રહ વિના વેક્સિન મેળવી શકે તે અંગે જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા. જેના કારણે વેક્સિન લેનારા લોકો મોટી સંખ્યામાં આગળ આવ્યા હતા.રાતે 10 વાગ્યા સુધીમાં વેક્સિનેશનના તમામ રેકર્ડ બ્રેક થઇ ગયા હતા અને 37,194લોકોએ એક દિવસમાં વેક્સિનના ડોઝ લીધા હતા. 17,673 વ્યક્તિઓએ પહેલો ડોઝ મેળવી લીધો છે જ્યારે 15,524 લોકોએ જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો છે.જો કે રાતે આ આંક બદલીને આગળ વધી ગયો હતો. જિલ્લામાં એક જ દિવસમાં અગાઉ 12,500 વેક્સિનેશનનો રેકોર્ડ હતો જે આજે તૂટી ગયો હતો.

રવાપર સબ સેન્ટરમાં સવારે સ્ટાફ ન આવતા લોકોની લાઈન લાગી, કેટલાક અન્ય સ્થળે રસી લેવા પહોંચ્યા
મોરબીમાં વેક્સિનેશન અભિયાનનું આયોજન કરાયું હતું. લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે સેન્ટર પર આવ્યા હતા આવા જ સેન્ટર પૈકી રવાપર સબ સેન્ટર પર વહેલી સવારથી લોકો વેક્સિન લેવા માટે આવ્યા હતા.પણ સ્ટાફ જ હાજર ન હોવાથી લોકો વહેલી સવારથી મોડે સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા હતા તો કેટલાક લોકો અન્ય સ્થળે વેક્સિન લેવા નીકળી પડ્યા હતા.

મોડી રાત સુધી ચાલ્યું મહાવેક્સિનેશન અભિયાન
સામાન્ય દિવસોમાં સાંજે 5 વાગ્યા દરમિયાન મોટા ભાગના સેન્ટર પર વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે. જો કે આજે 40 હજાર લોકોને વેક્સિન આપવાના ટાર્ગેટને પૂરો કરવા જિલ્લાભરમાં મોડી રાત્રી સુધી અલગ અલગ સેન્ટરમાં વેક્સિન કામગીરી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...