તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન માટે વેદના:મોરબી જિલ્લામાં 3 દિવસથી વેક્સિનેશન ઠપ, બીજા ડોઝની તારીખ અને મેસેજ આવી ગયા, રસી જ નથી!

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકો ઉતાવળે વેક્સિનેશન સેન્ટર પહોંચે અને ખબર પડે કે આજે પણ ધક્કો જ થશે! - Divya Bhaskar
લોકો ઉતાવળે વેક્સિનેશન સેન્ટર પહોંચે અને ખબર પડે કે આજે પણ ધક્કો જ થશે!
  • જો આ જ રીતે વેક્સિનેશન ચાલશે તો ત્રીજી લહેરથી બચવું કઇ રીતે? તંત્રએ મોટા ઉપાડે જાહેરાત કરી દીધી પરંતુ રસીનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં ધાંધિયા

કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં કોરોના વેક્સિન લેવા અંગે લોકોમાં જાગૃતિ આવી હતી.લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેતા થયા છે. અગાઉ જ્યાં વેક્સિન સેન્ટર પર ગણ્યા ગાંઠ્યા લોકો વેક્સિન માટે આવતા હતા તેના બદલે હવે લોકો વેક્સિન લેવા લાંબી લાઈનમાં ઉભા રહેતા થઇ ગયા છે.

કેટલાક સેન્ટર તો એવા હોય છે જેમાં ગણતરીની કલાકમાં વેક્સિનના ડોઝ પુરા થઈ જતા હોય છે.જિલ્લામાં હવે વેક્સિન માટે લોકોમાં જાગૃતિ આવી છે ત્યારે રાજય સરકાર દ્વારા વેક્સિનનો સ્ટોક પૂરો પાડવામાં આવી રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનનો નવો સ્ટોક ન આવવાને કારણે જિલ્લામાં વેક્સિનેશન કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે. એક માત્ર ખાનગી હોસ્પિટલમાં માત્ર ડોઝ આપવામાં આવી રહ્યા છે. વેક્સિનના અભાવે લોકોને છેલ્લા ત્રણ દિવસથી વેક્સિન સેન્ટરમાં ધક્કા થઈ રહ્યા છે.

જિલ્લાની 50 % વસતી હજુ પહેલા ડોઝથી વંચિત
મોરબીમાં આજદિન સુધીમાં કુલ 3,30472 જેટલા ડોઝ વેક્સિનેશન થયું છે, જેમાં 2,57,809 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તો 72,663 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ટકાવારી મુજબ જોઈએ તો 18થી 44 વયના લોકોને આ અંદાજીત 25 ટકા એટલે કે 1,24,658 જેટલા જ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. હજુ જૂન મહિનામાં આ વય જૂથનું વેક્સિન શરૂ થયું હોવાથી બીજા ડોઝ માટેનો સમય નથી થયો .

45થી વધુ વયના લોકોની વાત કરીએ તો 2.06 લાખ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે હજુ જિલ્લામાં વેક્સિન માટે નક્કી કરાયેલા લક્ષ્યાંકના 50 ટકાને પણ પ્રથમ ડોઝ નથી મળ્યો જેનું કારણ જિલ્લામાં અપૂરતો સ્ટોક આવવાને કારણે લોકોને સમયસર વેક્સિન ન મળી હોવાનું સામે આવ્યું છે. એક તરફ તજજ્ઞો ઓગસ્ટ કે સપ્ટેબર માસમાં ત્રીજી લહેરની આશંકા સેવી રહ્યા છે આવા સમયે જો અપૂરતું વેક્સિનેશન જોખમી સાબીત થઈ શકે છે.

આરોગ્ય કેન્દ્રનો અમુક સ્ટાફ વેક્સિન વાયલનો મહત્તમ ઉપયોગ કરી જાણે
મોરબી જિલ્લામાં જે રસીનો જથ્થો રાજય સરકારમાંથી આવે તે એટલે તુરત સેન્ટર પર મોકલી દેવાય છે. અને સામાન્ય રીતે સેન્ટર પર સ્ટાફ દ્વારા એક વાયલમાંથી 10 ડોઝ આપવામાં આવે છે. અમુક સ્ટાફ એવો પણ છે જે વાયલમાંથી ડોઝ વેસ્ટ જવા દેવાના બદલે 11 જેટલા લોકોને પણ વેક્સિન આપી શકે છે.વેક્સિન સેન્ટર પર મોટા ભાગનો સ્ટાફ વેક્સિનનો મહતમ ઉપયોગ કરી જાણે છે.

અમુક વાયલ પહેલેથી જ થોડી વધુ ભરેલી હોય છે. આથી એમાંથી 11 વ્યક્તિને સાચવી શકાય છે. હવે જ્યારે નવો સ્ટોક આવે રસીકરણ શરુ કરી દેવાશે પરંતુ ચોક્કસ તારીખ અમે અત્યારે આપી શકીએ તેમ નથી. > અંજુબેન પરમાર, વેક્સિનેશન ઓફિસર

અન્ય સમાચારો પણ છે...