વેક્સિનેશન:મોરબી જિલ્લામાં આજથી તરુણો માટે વેક્સિનેશન ડ્રાઇવ, 235 શાળામાં બાળકોને અપાશે કોરોનાની રસી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના વધતા કહેરને ખાળવા 15 થી 18 વર્ષના તરુણોને સુરક્ષિત કરવા જિલ્લા આરોગ્ય વિભાગની 145 ટીમને જવાબદારી સોંપાઈ

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું આગમન થતા તેજ ગતિએ કોરોના કેસ વધ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.કોરોના પ્રિવેન્ટીવ એક્શન શરુ કર્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં નવા વર્ષથી 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનના ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ વેક્સિન આપવા માટે સક્રિય બની છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારથી જાન્યુઆરીથી શાળામાં જ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે.

પ્રથમ દિવસે 235 જેટલી શાળાઓમાં આરોગ્ય વિભાગની 145 ટીમ જશે અને વેકસીન આપશે જેમાં આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ શાળામાં જશે અને 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપશે આ માટે આરોગ્ય વિભાગ દ્વારા શાળાની સંખ્યા અને રસી પાત્ર વિદ્યાર્થીઓની યાદી મંગાવી છે. કુલ 41,749 વિદ્યાર્થીઓ રસી મેળવવાને પાત્ર છે. આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોને રસી મળી રહે તે માટે કોવેક્સિનના સ્ટોક પણ ફાળવવામાં આવી ચુક્યો છે.

કોરોના વેક્સીનેશન રસીકરણ માટે વિદ્યાર્થીઓનું ઓનલાઈન તેમજ વેક્સિન સાઈટ પર એમ બન્ને રીતે રજિસ્ટ્રેશન કરી શકશે. તેના માટે વિદ્યાર્થીના આધારકાર્ડ અથવા પાસપોર્ટ બે માંથી એક આઇકાર્ડ રાખવું જરૂરી અને ઓળખ કાર્ડ ન હોય તો શાળાના ઓળખપત્રથી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.

જે પણ શાળા અને કોલેજમાં રસીકરણ માટે કેન્દ્ર નક્કી કરવામાં આવ્યુ છે, તે દિવસે શાળા કોલેજમાં વેક્સિન પાત્ર વિદ્યાર્થીઓ હાજર રહે અને કોરોનાથી સુરક્ષિત થાય તેવી અપીલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરિયા,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે એમ કતીરા અને અન્ય આરોગ્ય વિભાગના પદાધિકારીઓ અધિકારીઓએ કરી છે.

પ્રથમ દિવસે 14000 છાત્રોને આવરી લેવાનો પ્રયાસ
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમને શાળાઓમાં વેક્સિન આપવાની જવાબદારી આપવામાં આવી છે. પ્રથમ દિવસે 14 હજાર વિદ્યાર્થીઓને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જિલ્લામાં હાલ કોવેક્સિનનો કુલ 34,000 સ્ટોક ઉપલબ્ધ છે આ ઉપરાંત અલગ અલગ પીએચસી સેન્ટરમાં 18થી વધુ વયના લોકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને તેમનો આ સપ્તાહમાં બીજો ડોઝ લેવાની તારીખ આવતી હોય તેમના માટે પણ 5000 જેટલો ડોઝ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...