રસીકરણ:મોરબી જિલ્લામાં આજે 110 સેન્ટરમાં રસીકરણ અભિયાન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ 7,10,016 લોકોએ વેક્સિન લીધી
  • 5.48 લાખે​​​​​​​ પ્રથમ, 1.61 લાખ લોકોએ બીજો ડોઝ લીધો

મોરબી જિલ્લામાં બુધવારે કુલ 126 સેન્ટરમાં વેકસીનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 6579 લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ગુરુવાર માટે આરોગ્ય વિભાગને કોવિશિલ્ડ રસીનો 8860 ડોઝ ફાળવામાં આવ્યો છે.110 સેન્ટરમાં રસી આપવામાં આવશે. મોરબી જિલ્લામાં કોરોનાની રસીના ક્યારેક વધતા ઘટતા સ્ટોકની સંખ્યા વચ્ચે ચાલી રહેલા વેકસીન અભિયાન આગળ વધી રહ્યું છે.

મોરબી જિલ્લામાં બુધવારે કુલ 126 સેન્ટરમાં રસી આપવામાં આવી હતી જેમાં કુલ 6579ને રસી આપવામાં આવી હતી. 3211 લોકોને પ્રથમ ડોઝ અને 3368 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો આજના ડોઝ મળી જિલ્લામાં કુલ 7,10,016 લોકોને વેકસીન મળી ચુકી છે. જેમાં 5.48 લાખ લોકોને પ્રથમ અને 1.61 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગુરુવાર માટે કુલ 8860 ડોઝ ફાળવામાં આવ્યા છે.અને તેનાથી 110 સેન્ટરમાં વેકસીન અભિયાન આગળ વધારવામાં આવશે. રસીકરણનો શહેરની સાથે ગ્રામ્યમાં પણ જાગૃતિ આવે તે જરૂરી છે, જો કે અનેક ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયાની વિગતો મળી છે.

અન્ય સમાચારો પણ છે...