તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂલ્યાંકન:કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સક્ષમ બનવા પ્રવાસન મંત્રીની તાકીદ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વિકાસના કાર્યોનું મંત્રી વાસણ આહીરે કર્યું મૂલ્યાંકન

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઇની અધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથેની બેઠકમાં મોરબી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી વાસણભાઇ આહિરે પ્રજાના અધિકારી, પદાધિકારીઓના મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને આદેશો આપી મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે તાકીદ કરી હતી.

આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગામડાઓમાં આંતરીક રસ્તાઓ, નગરપાલિકા હસ્તકના જીવન જરૂરિયાતના પ્રાથમિક કામો, ટ્રાફિક, રસ્તાઓ, આરોગ્ય, રસીકરણ અભિયાન, તાલુકા આયોજન અને એટીવીટીના કામો, 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવાના રહેતા કામો સહિત પ્રજાને કનડગત થતાં અન્ય પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે વાકેફ થઇ તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રશ્નોના નીરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.

વાસણભાઇ આહિરે કોરોનાની પરિસ્થિતિ અંગે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના હજી ગયો નથી. કોરોનાની બીજી લહેરમાં જે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું તે સ્થિતિ ન આવે તે માટે જનજાગૃતિ થાય, લોકો માસ્ક પહેરવા અંગે ગંભીરતા દાખવે. કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર સજ્જ છે પરંતુ કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પ્રજાને સાથ સહકાર આપવા પણ મંત્રી વાસણભાઇ આહિરે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...