તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વાંકાનેરના ગામોને પાણી પૂરું પાડતા સમ્પનું કામ કરવા તાકીદ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. નવ કરોડના ખર્ચે બની રહ્યો છે વોટર ટ્રીટમેન્ટ સમ્પ પ્લાન્ટ

મોરબી જિલ્લામાં પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇ વ્યવસ્થા સહિતની યોજનાઓના અનેક કાર્યો પૂર્ણ થયા છે અને હજુ પણ કેટલાક કામો ચાલુ છે ત્યારે વાંકાનેર પંથકના ગામડામાં પાણીની સમસ્યા દૂર કરવા સિંધાવદર ખાતે 9 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ સમ્પ પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. પાણી પુરવઠા મંત્રી બાવળિયાએ મોરબી, રાજકોટ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડતી જૂથ યોજનાઓના નવા કામોનું નિરીક્ષણ કર્યું હતું.

વાંકાનેર તાલુકાના 34 ગામોને વધારે ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે એક વધારાની વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા એન. સી. 34 લીંકમાંથી પાણી લઈને સીંધાવદર ખાતે વોટર ટ્રીટમેન્ટ સંપ પ્લાન્ટ બનાવાઇ રહ્યો છે. રૂપિયા નવ કરોડના ખર્ચે સમ્પ સહિતના પ્રોજેક્ટ હાથ ધરાયા છે અને કામ પ્રગતિમાં છે. બાવળિયાએ આ કામો વહેલાસર પૂર્ણ થાય, બધા જ ગામોને લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના રાજકોટના કાર્યપાલક ઇજનેર એચ. બી. જોધાણી, વાંકાનેર નાયબ કલેક્ટર શેરસીયા, વાંકાનેરના ઇન્ચાર્જ મામલતદાર પટેલ, અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...