તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:મોરબી જિલ્લામાં ચોમાસા પહેલા રોડ-રસ્તાના કામ પૂર્ણ કરવા તાકીદ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ખનીજચોરી મુદ્દો ગાજ્યો, અધિકારીઓને સતર્ક રહેવા સૂચના

મોરબી જિલ્લા સંકલન અને મોનીટરીંગ બેઠક સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને સુરેન્દ્રનગર સાંસદ ડૉ.મહેન્દ્ર મુજપરા હાજરીમાં વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે યોજવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ન થાય તે જોવા તાકિદ કરી હતી. તેમજ ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા, તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સાંસદે મોહનભાઇ કુંડારીયાએ તાકીદ કરી હતી.ગ્રામીણ કક્ષાએ શ્રમિકોને રોજગારી આપતી યોજના મનરેગામાં સરકાર દ્વારા હવે ૧૬ વિભાગો દ્વારા કામ કરતા હોય વધારે કામો વિવિધ વિભાગો સાથે રાખીને ગ્રામીણ કક્ષાએ થાય તે માટે આયોજન હાથ ધરવા પણ જણાવ્યું હતુ.

મહેન્દ્રભાઈ મુંજપરાએ જરૂરિયાતમંદ દર્દીઓને અગ્રતાના ધોરણે માં-કાર્ડ કાઢી આપવા આરોગ્ય અધિકારીઓને અનુરોધ કર્યો હતો.બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, કાર્યપાલક ઈજનેર(મા.મ.) બી.પી. જોષી, કાર્યપાલક ઈજનેર (સિંચાઈ) ડી.વી. માલવણીયા, કાર્યપાલક ઈજનેર બી.ડી. ઝાલાવડીયા, ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, કાર્યપાલક ઈજનેર. (પંચાયત) એ.એન.ચૌધરી, ચીફ ઓફીસર જી.આર. સરૈયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...