મુલાકાત:મોરબીમાં આચારસંહિતા ભંગ ન થાય તે જોવા ચૂંટણી અધિકારીની તાકીદ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે MCMC સેન્ટરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યાએ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા માહિતી કચેરી દ્વારા કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC)નાં સેન્ટરની મુલાકાત લીધી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષ જી.ટી.પંડ્યાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો મેળવી હતી.

ચૂંટણી અધિકારીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા ચેનલ્સનું કરવામાં આવતું એનાલિસીસ, ન્યુઝ પેપરમાં પેઈડ ન્યુઝ તેમજ જાહેરાતનું એનાલિસીસ સહિત થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ માહિતગાર કર્યા હતા.

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યાએ આચારસંહિતા ભંગ બાબતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી. દરમિયાન કલેકટર સાથે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડ, નાયબ મામલતદાર પાલિયા, બળવંતસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...