તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરે આદેશ આપ્યા:મોરબી જિલ્લામાં કોરોનાથી અનાથ થયેલા બાળકોના સર્વાંગી હિતનું રક્ષણ કરવા તાકીદ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે સમાજ કલ્યાણ વિભાગને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા

કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર ભારતમાં અતિ ગંભીર સાબિત થઇ હતી. આ લહેરમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મોત માં કોઈ પરિવારના મુખ્ય આધાર સ્તંભ સમાન વ્યકિત પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું અવસાન થયેલ હોય તેવા 18 વર્ષ સુધીના બાળકોની કાળજી, સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા અથવા કોઇ એકનું અવસાન થયું હોય તેવા બાળકોની ચિંતા કરવામાં આવી રહી છે. આ માટે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા વિવિધ સંબંધિત વિભાગોને બાળકોના હિતોનું રક્ષણ કરવા માટે ખાસ સુચનાઓ આપી છે. બાળકોના વાલી- પાલક માતા-પિતા ની આવશ્યકતા અનુસાર નિમણૂંક કરવા સેક્રેટરી ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને તેમજ કોવીડ-19થી અનાથ કે એક વાલીનું મુત્યુ થયું હોય તેવા બાળકોની વિગતો એકત્રિત કરવા પ્રોગ્રામ ઓફિસર સંકલિત બાળ વિકાસ વિભાગને કાર્યવાહી કરવા સુચનાઓ આપી દેવામાં આવી છે.

ઉપરાંત કોવીડ-૧૯ના સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ હોય અને બાળકના નજીકના સગાસંબંધી રાખી શકે તેમ ના હોય તે બાળકોને બાળ સંભાળ ગૃહ ખાતે રહેઠાણની વ્યવસ્થા કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા ઉપરાંત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને આવા બાળકોને નિવાસી શાળા, છાત્રાલયમાં નિયમો મુજબ પ્રવેશ અપાવવા તેમજ NCPCR બાળ સ્વરાજ પોર્ટલ બાળકોની નોંધણી કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને કાર્યવાહી કરી સંકલન કરવા સુચના જિલ્લા કલેક્ટરે સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...