તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાયાવદરમાં ઘણા સમયથી તંત્ર દ્વારા શુધ્ધ પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી અને તેના લીધે ભાજપના સભ્યો અને આગેવાનોએ મોજ ડેમની સાઈટની રૂબરૂ મુલાકાત લેતા તેમને એવું જાણવા મળ્યું હતું કે આ તંત્ર દ્વારા અંદાજે એક વર્ષથી આ પીવાના પાણીમાં બ્લીચિંગ પાવડર કે ફટકડીનો ઉપયોગ કરવામાં નથી આવતો, તેથી અશુધ્ધ પાણીનું વિતરણ થાય છે આવું ભાજપના આગેવાનોને ધ્યાને આવતાં તેમણે નગરપાલિકાના મુખ્ય અધિકારીને બોલાવીને આ બાબતનું રોજ કામ કરવાનું અને આ બાબતે કોઇ ત્વરિત નિર્ણય લઇ લોકોને પીવા માટે ચોખ્ખું અને શુધ્ધ પાણી આપવા માગણી કરી હતી. સાથોસાથ આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ઝાડા અને ઉલટીના કેસ પણ પાણીના લીધે જ વધ્યા છે.
મોજ ડેમમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા માછલાં પકડવા માટે કોન્ટ્રાક્ટ આપેલો હોવાથી જે જાળ નાખવામાં આવે તેનાથી પાણી થોડા પ્રમાણમાં ડહોળું બની જાતું હોય છે. અને એક જ કેનાલમાંથી ઉપલેટા તેમજ જૂથ યોજનામાં આવતા ગામડાઓ અને ભાયાવદર શહેરમાં આ પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને આ પાણી પીવાથી કોઈ પ્રકારના ઝાડા ઉલટીના કેસો વધ્યા નથી. ગાંધીનગરથી આરોગ્ય ટીમને બોલાવીને તપાસ કરાવી લ્યો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે, આ ભાજપના આગેવાનો ખાલી નાટકો કરે છે. - નયન જીવાણી, નગર પાલિકા પ્રમુખ
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.