તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબીમાં કોરોના બેકાબૂ, વધુ 29 દર્દી બન્યા રોગથી સંક્રમિત

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ફરી એક્ટિવ કેસની સંખ્યા 200ને પાર

મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં આજે કુલ 1040 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી આજે 29 દર્દી પોઝિટિવ આવતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 મહિના બાદ ફરી 200નો આંકડો વટાવી ગયો હતો. અગાઉ જુલાઈ ઓગસ્ટ દરમિયાન એકટિવ કેસ 200ની પાર થયા હતા. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો મોરબી શહેરમાં 14 અને ગ્રામ્યમાં 7 આવ્યા હતા.આ ઉપરાંત વાંકાનેર શહેરમાં 4 અને ગ્રામ્યમાં 1 કેસ આવ્યો હતો. આ ઉપરાંત હળવદ ગ્રામ્યમાં 2 અને ટંકારા માં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે આવેલા દર્દીની સંખ્યા મળી કુલ સંક્રમિત કેસની સંખ્યા 2760 પર પહોંચી ચુકી છે. ગુરુવારે જિલ્લામાંથી 20 દર્દી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટમાં રાજ્યમાં 8મા ક્રમે
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજગતિએ વધતા ટેસ્ટીગમાં પણ વધારો કરાયો છે જેના કારણે મોરબી જિલ્લામાં દર 10 લાખની વસતીએ ટેસ્ટની સંખ્યા 1,08,832 થયો છે આમ રાજ્યમાં દર 10 લાખની વસતી સામે કોરોના ટેસ્ટની સંખ્યાની દ્રષ્ટીએ રાજ્યમાં 8માં ક્રમે રહ્યું છે.આમ જિલ્લામાં અન્ય મોટા વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વધુ હોવા છતાં મોરબી ટેસ્ટની સંખ્યા વધારવામાં સફળ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો