તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ધરમપુર પાસે કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના ધરમપુર ગામ નજીક આરટીઓ પુલ પાસેથી પોલીસે એક 3 લાખની કારમાં રૂ.2500ની કિંમતના દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. ધરમપુરની સીમમાં વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતી હતી જેને રોકી તલાશી લેતા તેમાંથી રૂ.2500ની કિમતનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ અને કાર સહીત રૂ.3,02,500નો મુદામાલ જપ્ત કરીને આરોપી ભૂપત કેશુ સોલંકી (રહે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી) અને રામજી ગગજી પરમાર (રહે રાજકોટ કુવાડવા રોડ) વાળાને ઝડપી લીધા હતા. જયારે અન્ય આરોપી રમજાન ઉર્ફે બાદશાહ અનવર સીદી (રહે ખાટકીવાસ મોરબી) વાળાનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી તપાસ ચલાવી.

અન્ય સમાચારો પણ છે...