તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી ટાઇલ્સ ખરીદી 12 લાખની છેતરપિંડી કરનાર સુરતના બે શખ્સ પકડાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ અલગ અલગ પેઢી બનાવી, જુદા જુદા સાત નંબર પરથી ફોન કરી ફેક્ટરીધારકો પાસેથી લાખોનો માલ મંગાવી બાદમાં રફુચક્કર થઈ જતા હતા
  • શહેરના 24 ફેક્ટરી ધારકને ‘નવડાવ્યા’ હોવાની શંકા

મોરબીના અલગ અલગ બે સિરામિક ઉદ્યોગકારોએ તાજેતરમાં તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ફરિયાદના આધારે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા બન્ને શખ્સની ધરપકડ કરી મોરબી લાવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં આ આરોપી અલગ અલગ પેઢીના નામથી અલગ અલગ મોબાઈલ પરથી અને નામથી ફોન કરતા અને મહિનામાં રૂપિયા ચૂકવી દેવાની શરતે ટાઈલ્સ ખરીદતા હતા. જો કે ટાઈલ્સ આવી ગયા બાદ રૂપિયા ન ચૂકવી છેતરપીંડી અચરતા હતા.

મોરબી તાલુકા પોલીસમાં પારસ જયસુખભાઈ ગોધાણીએ સુરતના નિલેશ સાવલીયા વિરુદ્ધ રૂ.1.74 લાખની ટાઈલ્સ ખરીદી બાદમાં તેની ચુકવણી ન કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ બીજા એક ઉદ્યોગકાર કાલીદાસભાઈ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઈ માકાસણાએ પણ તેમની સાથે નિલેશ સાવલિયાએ 4.13 લાખની ટાઈલ્સ ખરીદી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ પીએસઆઈ વી.કે.કોઠીયા તથા વી.જી.જેઠવા ચલાવી હતી.

અને આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી સુરત અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા આરોપી નિલેશ સાવલીયા સુરતના કામરેજ વિસ્તારમાં હોવાની બાતમી મળતા નિલેશની તેમજ તેના અન્ય એક સાથી દાર જગદીશ શંભુભાઈ જોગાણીને ઝડપી લીધા હતા અને બન્ને મોરબી તાલુકા પોલીસ મથકે લાવી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ આરોપીઓ 3 વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી તથા અલગ અલગ ફોન નંબરોનો ઉપયોગ કરી મોરબી જિલ્લાના અલગ અલગ સિરામિકના માલિકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હતા.

આરોપીઓ અલગ અલગ 7 ફોન નંબરનો ઉપયોગ કરી ગુનાઓ આચરતા હોવાનું જાણવા મળ્યું છે.તપાસમાં આ લોકોએ અલગ અલગ ઉદ્યોગકારોને 12 લાખથી વધુ રકમનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ કરી કોની સાથે કેટલી છેતરપિંડી કરી છે અને આ છેતરપિંડી થકી ખરીદેલી ટાઇલ્સ કોને કોને વેચી છે તેની તપાસ કરી આ આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

બન્ને શખ્સે સાથે મળી 2 કરોડની છેતરપિંડી કરી
બન્ને શખ્સે વર્ષોથી આ રીતે ઉધાર માલ લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ તો 2 કારખાનેદાર સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસના મતે હાલ 12 લાખ સુધીની છેતરપિંડી થઈ છે. જો કે અમુક ઉદ્યોગકારના મતે 3 વર્ષમાં 24 ફેકટરીધારક સાથે છેતરપિંડી કરી છે. જેમાં લાયકોસ, ફેમ,લુકાસો, માર્શલ,ક્યુલેક્સ, ડુનેકસો,લોએમ લિવેન્ટા, એક્ઝોરા, સાયલન્ટ, ડેલ્ટા,કેપસન,વિવન્ટા, ઇટાવા,સોની, હિલટોપ,લાઇવસિટી, પનારા,ઇવાન્ટા, સ્માઈલ,સિયોક સહિતના સાથે રાધે અને ધરતી એન્ટરપ્રાઇઝ નામથી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

શા માટે નથી કરવામાં આવતી પોલીસ ફરિયાદ?
પોલીસ ફરિયાદ ન થવા પાછળનું કારણ ઉદ્યોગકારો રકમ પરત નહિ આવે તેવી આશાએ રકમ માંડી વાળે છે. ઘણા કેસમાં વિધાઉટ બિલ અને રોકડમાં વ્યવહાર કરતા હોવાથી આ હિસાબ પણ હોતો નથી. આ સિવાય ચેક પેમેન્ટ થતું હોય છે. જેથી ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટમાં ફરિયાદ થતી હોય છે.ગુજરાત સિવાય અન્ય રાજયના વેપારીઓ વધુ છેતરપિંડી કરતા હોય છે. જો કે સ્થાનિક પોલીસનો સહયોગ પુરતો મળતો ન હોવાથી ફરિયાદ થતી ન હોવાનું સામે આવે છે.

છેતરપિંડીથી બચવા એડવાન્સ ચેક લેવાનો આગ્રહ રાખવો
ઉદ્યોગકારો દ્વારા તેની પ્રોડક્ટ ઉધાર આપતા પહેલા વેપારીની આર્થિક સ્થિતિ તેમજ જૂના રેકોર્ડ ચકાસી વિશ્વસનીય હોય તેને જ માલ વેચવો જોઈએ.વેપારીની કેવાયસી ડિટેઇલ મેળવવા જોઈએ.વેપારીના ઈન્કટેક્સ રિટર્ન,જીએસટી, અન્ય રેકર્ડ, સીબીલ સહિતની વિગત મેળવી વેપાર કરવો જોઈએ.શક્ય હોય તો એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવો જોઈએ.છેતરપિંડીથી બચવા સૌથી અગત્યનું વિધાઉટ બિલ કે કેસ ટ્રાન્જેક્શન બદલે કાયદેસર બિલ કરવા જોઈએ,વેપારીને ઉધાર માલ આપીએ તેની સિક્યોરિટી બેન્ક ચેક લેવા જરૂરી છે. - નિલેશ જેતપરિયા, પ્રમુખ, સિરામિક એસો.

અન્ય સમાચારો પણ છે...