ધરપકડ:ટીંબડી નજીક બાયોડીઝલનું વેચાણ કરતા 2 શખ્સ પકડાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
  • 6 કેરબા​​​​​​​, 180 લિટર જ્વલનશીલ પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલી બાતમી આધારે ટીંબડી પાટિયા નજીક દરોડો પાડ્યો હતો. અને ગેરકાયદે પ્રતિબંધિત બાયોડિઝલનું વેચાણ કરતા બે શખ્સને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર, ટ્રક, શંકાસ્પદ કેમિકલ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ હાઇવે પર પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી માળિયા હાઇવે પર ટીંબડી પાટિયા નજીક ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ ચાલી રહ્યું છે.

આ બાતમી આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી અશ્વિનભાઇ પટેલ અને વિજય રાઠોડને ઝડપી લીધા હતા અને તેની પાસેથી GJ-36-B-4610 નમ્બરની kuv મીની ટ્રક કિં.રૂ.3 લાખ, ટ્રેઇલર રજી.નં. GJ-36-T-4036 કિં.રૂ.10 લાખ તેમજ 30 લીટરની ક્ષમતાવાળા કેરબા નંગ-6 માં રહેલ બાયોડીઝલ જેવુ પીળા કલરનું પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થ આશરે 180 લીટર કિં.રૂ.13,500 મળી કુલ કિં.રૂ. 13,13,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...