તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબી જિલ્લામાં નકલી રેમડેસિવિર કેસમાં વધુ બે આરોપી ઝડપાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં પોલીસે 30 આરોપીની ધરપકડ કરી

મોરબીમાંથી પકડાયેલા આંતરરાજ્ય નકલી રેમડેસિવિર પ્રકરણમાં પોલીસ આંતરિક તપાસ ચલાવી રહી છે અને આરોપીઓના નામ ખુલતા તેઓની ધરપકડ કરી રહી છે. આ પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીને ઝડપી લીધા હતા. જેમાં અમદાવાદનો રેહાનુદીન નઝમુદીન શેખ અને એમપીના જબલપુર જિલ્લામાં દેવેસ દિલીપ ચૌરસિયાનો સમાવેશ થાય છે. આ આરોપી રેહાનુંદિન શેખે અગાઉના આરોપી રઇસ કાદરી પાસેથી 330 નકલી ઇન્જેકશનો વેચાતા લઈ એક ઇંજેક્શન દીઠ રૂ. 200 વધુ પડાવતો હતો, બીજા આરોપી દેવેસ ચોરસીયા અગાઉના આરોપી તપન જૈનની પાસેથી 500 નકલી ઇન્જેકશન વેચાતા લઈ 10 ટકાના કમિશન સાથે લોકોને ધાબડી દેતો હોવાનું ખુલ્યું છે.

હાલ બન્ને આરોપીઓની અટકાયત કરીને પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. નકલી રેમડેસિવિર પ્રકરણમાં આજદીન સુધીમાં 30 આરોપી ઝડપાઇ ચુક્યા છે. બીજી તરફ અગાઉ ઝડપાયેલા આરોપીઓમાંથી 6 આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી જે આ 6 આરોપીઓ રમીઝ સૈયદ હુશેન કાદરી, હસન અસ્લમ સુરતી, ફહીમ ઉર્ફે ફઈમ મહમદહારૂન મેમણ, રાજેશ ધીરૂભાઈ કચોરીયા, મન્સુર મેહમુદ ચૌહાણનો સમાવેશ થાય છે. કોર્ટે તમામની જામીન અરજી પર તપાસના આધારે સરકારી વકીલની દલીલ પરથી કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...