કાર્યવાહી:મોરબીના મમુદાઢી પર ફાયરિંગ અને હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગુનામાં સંડોવાયેલી આરિફ ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ થશે કાર્યવાહી

મોરબીના શનાળા બાયપાસ વિસ્તારમાં થયેલા મમુદાઢી પર ચકચારી ફાયરિંગ અને હત્યા કેસ અને આ સમયગાળા દરમિયાન 7 જેટલી હત્યા, લૂંટ સહિતના બનાવ બનતા પોલીસની છબી ખરડાઈ હતી.ચારેકોરથી કડક કાર્યવાહીનું દબાણ વધતા અંતે પોલીસ એકશનમાં આવી અને આ ફાયરિંગ અને હત્યા પ્રકરણમાં ટુંક સમયમાં અલગ અલગ સ્થળેથી 11 આરોપી ઝડપાયા બાદ આજે વધુ 2 રિયાઝ ઈકબાલ ઝુણેચ,મુસ્તફા ઉર્ફે મૂસ્તુ ઇકબાલ દાવલિયાને પોલિસે દબોચી લીધા છે.

આ ઝડપાયેલા આરોપીઓ કુખ્યાત ગેંગસ્ટંર આરીફ મીર અને તેના સાગરિતો સાથે સામેલ હતા અને આ આરોપીઓ અગાઉ ખૂન,જીવલેણ હુમલા, લૂંટ, રાયોટિંગ,પોલીસ કર્મીઓ પર હુમલા, જમીન કબજા સહિતના ગુનાઓમાં સંડોવણી સામે આવી હતી.પોલીસે આવી ગેરકાયદે પ્રવુતિ પર અંકુશ લાવવા અને ગેંગનો સફાયો કરી કાયદાનું શાસન લાવવા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે મમુદાઢી હત્યા કેસના તમામ 13 આરોપીઓ પોલીસ હિરાસતમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...