તપાસ:મોરબીમાં બે સગીર સખી ઘરેથી અચાનક જ ગાયબ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સો ઓરડી વિસ્તારમાંથી ગુમ તરુણીની શોધખોળ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડી વિસ્તારમાં રહેતી બે તરુણી ઘર બહાર રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી.મોડે સુધી બન્ને દીકરી ઘરે ન આવતા પરિજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડે સુધી બન્ને બાળકીની ભાળ ન મળતા અંતે પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે વાલીઓની ફરિયાદના આધારે બાળકીઓની શોધખોળ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠાના સો ઓરડી વિસ્તારમાં રહેતી સ્નેહા વિશાલભાઈ શિરોહિયા (ઉ.વ.12) અને મહિમા પ્રતાપભાઈ મકવાણા (ઉ.વ.15) નામની બન્ને તરુણીઓ એકસાથે ગત તા.31ના રોજ કોઈ કારણોસર લાપતા બની ગઈ હતી.

જો કે બન્નેના પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા અંતે બી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ બન્ને તરુંણી બાજુબાજુમાં રહેતી હોવાથી બહેનપણી છે. તેમના પરિવારજનોના નિવેદનો લીધા છે.

પણ તેમાં ગુમ થવાનું સ્પષ્ટ કારણ પણ જાણવા મળ્યું નથી. હાલ આ મુદ્દે ભારે રહસ્ય સર્જાયું છે. પોલીસે સગીર બાળાઓ ગુમ થઈ હોય કાયદા મુજબ અપહરણની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...