દુર્ઘટના:માળિયાના સરવડ બરાર વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેક ચાલકનું ઘટનાસ્થળે, એકનું સારવારમાં મૃત્યુ, ક્લિનરને ઇજા

માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ નજીક આજે સવારે બે આઇસર ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને આઇસર ટ્રકના ચાલકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક આઇસર ટ્રકના ક્લિનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જામનગર અમદાવાદ હાઇવે પર માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે શુક્રવારે સવારે બે આઇસર ટ્રક સામસામા અથડાયા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી ઉપલેટાના વતની એક આઇસર ટ્રકના ચાલક ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક નામના 62 વર્ષના વૃધ્ધનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથેનો ક્લિનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી નામના 25 વર્ષના યુવાન તેમજ અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ (ઉ.વ.54) ને ગંભીર ઇજા થતાં આ બન્નેને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...