તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોરબીના મકનસરમાં બંધ ટ્રક પાછળ મેટાડોર ટકરાતાં બેનાં મોત

મોરબી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ટક્કરના પગલે ટ્રાફિકજામ. - Divya Bhaskar
ટક્કરના પગલે ટ્રાફિકજામ.
 • ટ્રકનું ટાયર ફાટી જતા સાઈડમાં પાર્ક કર્યું હતું અને દુર્ઘટના ઘટી
 • અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતાં પોલીસ પણ ધંધે લાગી

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા મકનસર ગામ નજીક એક બંધ ટ્રક પાછળ એક મેટાડોર ઘુસી ગયો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતાં જિલ્લા ટ્રાફિક અને તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી નેશનલ હાઇવે પર જીવલેણ અકસ્માતની વણઝાર બંધ થવાનું નામ નથી લઈ રહી. હજુ રવિવારે વાંકાનેર મોરબી હાઇવે પર અલગ અલગ બે અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યાં આજે ફરી જીવલેણ અકસ્માતમાં 2 લોકોએ જીવ ખોયા હતા. બનાવની મળતી માહીતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા મકનસર ગામની સ્વામી નારાયણ મંદિર સામે ટ્રકના ટાયરમાં ભડાકો થતા તેનો ચાલક વાહન ફરતે આડશ મુકવા જતો હતો, તે દરમિયાન બંધ ટ્રક પાછળ પૂરપાટ વેગે આવેલું એક મેટાડોર ઘુસી ગયું હતું.

ઘટનામાં ટેમ્પો ચાલક અને ટ્રક ચાલક બન્નેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વાહનોમાં વચ્ચે ફસાયેલી લાશોને કાઢવા જહેમત ઉઠાવી હતી. મૃતકોમાથી એકનું નામ નરભેરામ હરજીભાઈ આદ્રોજા હોવાનું ખુલ્યું હતું. જો કે બીજા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે અકસ્માતના પગલે જમા થયેલા ટ્રાફિકને ક્લિયર કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી. .બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે ગુંન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો